Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

COVAXIN : કોરાના વાઇરસની રસીનું માનવપરીક્ષણ હૈદરાબાદમાં શરૃ

હૈદ્રાબાદ, તા.૮: ભારત માટે કોરોના વાઇરસની પહેલી રસી સાબિત થઈ શકે તેવી COVAXINનું માનવપરીક્ષણ મંગળવારે શરૃ થઈ ગયું છે.

ઉચ્ચ અધિકારીએ 'લાઇવ મિન્ટ'ને આપેલી માહિતી મુજબ ભારત બાયોટેકની આ દવાનું પરીક્ષણ હૈદરાબાદની નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (NIMS)માં કરવામાં આવી રહ્યું છે.

૧૧૦૦ લોકો પર બે તબક્કામાં આ દવાનું માનવપરીક્ષણ કરાશે. કંપનીની યોજના મુજબ પહેલાં તબક્કામાં આ મહિને ૩૭૫ લોકો પર પરીક્ષણ કરાશે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચે દિલ્હી અને પટનાના AIIMS સહિત ૧૨ ઇન્સ્ટિટ્યૂટને પરીક્ષણની પરવાનગી આપી છે, NIMS પણ તેમાંથી જ એક છે.

NIMSના ડિરેકટર ડોકટર કે. મનોહરે પીટીઆઈને જણાવ્યું હતું કે 'પરીક્ષણ માટે સ્વસ્થ સ્વંયસેવકોની પસંદગી બાદ તેમના બ્લડસેમ્પલ લઈને નક્કી કરાયેલી લેબમાં તેમને દિલ્હી મોકલાશે. ત્યાંથી લીલી ઝંડી મળતાં યોગ્ય દેખરેખ હેઠળ દવા આપીને નિરીક્ષણ કરવામાં આવશે.

(10:17 am IST)