Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કોરોનાને અટકાવવા હર્ડ ઈમ્યુનિટીને લઈને શંકા

હર્ડ ઈમ્યુનિટી માટે ૭૦-૯૦ ટકા વસતીને ચેપ લગાડવો જોખમી બની શકેઃ નિષ્ણાતો

નવી દિલ્હી, તા.૮: કોરોના વાયરસ મહામારીને લઈને સાત મહિનાથી વધુ સમય વિતી ગયો છે અને  વિશ્વભરમાં કરોડો લોકો આ જીવલેણ વાયરલની ઝપટમાં આવી ગયા તેમજ અત્યાર સુધીમાં લાખો લોકોના મોત પણ થયા છે. તાજેતરમાં લેન્સેટ જર્નલમાં સ્પેનિશ રિપોર્ટ મુજબ કોવિડ ૧૯ના અટકાવવા માટે હર્ડ ઈમ્યુનિટી (ટોળા દ્વારા પ્રતિરક્ષા)ના પ્રયોગ સામે શંકા વ્યકત કરવામાં આવી છે. નિષ્ણાતોના મતે હર્ડ ઈમ્યુનિટી માટે ૭૦ ટકા વસતી ઈમ્યુન હોવી જરૃરી છે જેથી અત્યાર સુધી ચેપથી સુરક્ષિત લોકોનો બચાવ કરી શકાય. જો કે નિષ્ણાતોના મતે ૭૦-૯૦ ટકા વસતીને ચેપગ્રસ્ત થવાથી તેનો સફાયો થવાનું પણ જોખમ રહેલું છે. પરિણામે હર્ડ ઈમ્યુનિટીને કોવિડ ૧૯ માટે સફળ ઉપચાર ગણવો જોખમી પુરવાર થઈ શકે છે.

સ્પેનના કેન્દ્રીય રોગશાસ્ત્ર કેન્દ્ર સહિતના સંશોધકોના મતે ૬૦,૦૦૦ લોકો પર કરાયેલા અભ્યાસ મુજબ સ્પેનના ફકત પાંચ ટકા વસતીમાં જ કોરોના એન્ટીબોડી વિકસી શકી છે. વસતી આધારિત અભ્યાસનું કારણ એ હતું કે તેના દ્વારા સેરોપ્રેવેલન્સનો અંદાજ મેળવી શકાય છે. સેરોપ્રેવેલન્સ એ વસતીમાં રહેલા પેથોજેનનું પ્રમાણ હોય છે જે બ્લડ સીરમમાં માપવામાં આવે છે.

રિપોર્ટ મુજબ મ્યુનિસિપલ હદમાં આવતા આશરે ૩૫,૮૮૩ ઘરોને પસંદ કરી તેમનું પ્રોવિન્સ તેમજ મ્યુનિસિપાલિટી ઝોન મુજબ વર્ગીકરણ કરી બે તબક્કાનું રેન્ડમ સેમ્પલિંગ કરાયું હતું. સંશોધકોના મતે ૨૭ એપ્રિલથી ૧૧ મે સુધીમાં ૬૧,૦૭૫ લોકોએ કોરોના વાયરસા લક્ષણો અને તેનાથી રક્ષા માટેના પરિબળો આધારિત એક પ્રશ્નાવલીના જવાબો આપ્યા હતા.

સંશોધકોએ મેડિકલ જર્નલમાં આપેલા તારણ મુજબ વયજૂથ, જાતિ અને વસ્તી આધારિત આવકના આધારે સેમ્પલિંગ વેઈટ તેમજ પોસ્ટ- સ્તરીયકરણના ઉપયોગ દ્વારા ત્ઞ્િં એન્ટીબોડીની યોગ્ય ગોઠવણ કરવામાં આવી હતી. આમ નોન-રીસ્પોન્સ રેટની ચકાસણી કરવામાં આવી હતી. બન્ને ટેસ્ટ્સ દ્વારા જાણી શકાયું કે સેરોપ્રેવેલન્સની રેન્જ મહત્તમ વિશિષ્ટતામાં હતી અથવા સંવેદનશીલતામાં હતી. સંશોધકોએ જાણ્યું કે પોઈન્ટ ઓફ કેર ટેસ્ટમાં સેરોપ્રેવેલન્સ ૫ ટકા જયારે ઈમ્યુનોએસે દ્વારા તે દર ૪.૬ ટકા રહ્યો હતો. ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં સેરોપ્રેવેલન્સનું પ્રમાણ નીચું જણાયું હતું.

ભૌગોલિક રીતે પણ જુદા જુદા તારણો જોવા મળ્યા હતા. મેડ્રીડ ખાતે આશરે ૧૦ ટકા લોકોમાં વાયરસનું પ્રમાણ જોવા મળ્યું હતું જયારે નીચાણવાળા કાંઠા વિસ્તારોમાં તે ૩ ટકા રહ્યું હતું. અભ્યાસ મુજબ સ્પેનના મોટાભાગની વસતીમાં કોરોના વાયરસની હાજરી ઓછી જણાઈ હતી અને હોટસ્પોટ વિસ્તારોમાં પણ ચેપનું પ્રમાણ નીચું હતું.

પીસીઆર ટેસ્ટથી પોઝિટિવ જણાયેલા દર્દીઓમાં એન્ટીબોડી વિકસી હોવાનું જણાયું હતું પરંતુ મોટાભાગના લોકોમાં કોરોનાના લક્ષણો જણાયા હતા તેમણે પીસીઆર ટેસ્ટ કરાવ્યો ન હતો અને સીરોલોજી દ્વારા નક્કી કરાતા કેસો પૈકી દર ત્રીજો કેસ લક્ષણો વગરનો હતો તેમ સંશોધકોએ જણાવ્યું હતું.

અભ્યાસમાં સંશોધકોએ જાહેર આરોગ્યના પગલાંનું પાલન કરવાની જરૃર હોવાનુ ભારપૂર્વક જણાવ્યુ હતું.

(10:16 am IST)