Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ગઇકાલે ૩૩ કેસ નોંધાયા બાદ આજે ફરી કોરોનાનો વિસ્ફોટ : લોકોમાં ફફડાટ

શહેરમાં આજે નવા ૧૨ કેસ : કુલ આંક ૨૯૦

યોગી પાર્ક, ખોડિયારપરા સોસાયટી, સંત કબીર રોડ, લક્ષ્મીવાડી અને રાધાકૃષ્ણ સોસાયટીમાં બે દંપતિ તથા સીતારામ સોસાયટી, આનંદ પાર્ક - મોરબી રોડ, જંકશન પ્લોટ અને ગાયત્રીનગર વિસ્તારમાં ૫ પુરૂષ અને ૭ મહિલાને કોરોના

રાજકોટ તા. ૮ : શહેરમાં ગઇકાલ સવારે ૨૭ કેસ અને મોડી રાત્રે ૬ કેસ સહિત કુલ ૩૩ કેસ નોંધાયા બાદ આજે સવારે રાણી ટાવર પાસે, ખોડીયારપરા, સંતકબીર રોડ, લક્ષ્મીવાડીમાં બે , કોઠારીયા રોડ, રાધાકૃષ્ણ સોસાયટી, મોરબી રોડ, જંકશન પ્લોટ, ગાયત્રીનગર સહિત વિસ્તારોમાં ૫ પુરૂષ અને ૭ મહિલાઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સતત બીજા દિવસે અકી સાથે ૧૨ કેસ નોંધાતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. આરોગ્ય તંત્ર ઉંધા માથે થયું છે.

આજે નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓની યાદી

દરમિયાન મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આજે સવારે શહેરમાં આવેલ ૧૨ કોરોના પોઝિટિવ કેસના નામ સરનામા આ મુજબ છે. જેમાં (૧) તૃપ્તીબેન સંદીપભાઈ મણવર (૨૫/સ્ત્રી) યોગી પાર્ક, રાણી ટાવર પાસે, રાજકોટ (૨) પુરીબેન ધીરૂભાઈ આગરિયા (૬૦/સ્ત્રી) ખોડીયારપરા સોસાયટી ૧૯, રાજકોટ (૩) વનીતાબેન મનીષભાઈ (૨૭/સ્ત્રી) બાલકૃષ્ણ – ૪, બ્લોક નં. ૧૩૪, સંતકબીર રોડ, રાજકોટ (૪) નીતિનભાઈ રામોદભાઈ આડેસરા (૪૩/પુરૂષ) ૭-લક્ષ્મીવાડી, રાજકોટ (૫) નિશાબેન નીતિનભાઈ આડેસરા (૩૩/ સ્ત્રી) ૭-લક્ષ્મીવાડી, રાજકોટ (૬) અમરબેન રાવતભાઈ (૬૦/ સ્ત્રી) ૮-સીતારામ સોસાયટી, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ (૭) અલ્પાબેન કાનાભાઈ બોરીચા (૩૮/ સ્ત્રી) ૧૨/રાધાકૃષ્ણ સોસાયટી, રાજકોટ (૮) કાનાભાઈ હરિભાઈ બોરીચા (૪૫/પુરૂષ)  ૧૨/રાધાકૃષ્ણ સોસાયટી, રાજકોટ (૯) ભરતભાઈ જેન્તીભાઈ પાનસુરીયા (૩૨/પુરૂષ) આનંદપાર્ક, મોરબી રોડ, રાજકોટ (૧૦) ભરતભાઈ પ્રાગજીભાઈ સાવલીયા (૪૭/પુરૂષ) ૧-આનંદપાર્ક સોસાયટી, મોરબી રોડ, રાજકોટ (૧૧) નીલમબેન અમોલભાઈ (૪૦/ સ્ત્રી) કર્ણિક હાઉસ, જંકશન પ્લોટ, રાજકોટ (૧૨) જીગ્નેશ હશું (૩૮/પુરૂષ) ગાયત્રીનગર, રાજકોટનો સમાવેશ થાય છે.

ગત મોડી રાત્રીએ નોંધાયેલ છ કેસ

ગઇકાલ તા. ૭ જુલાઇના રાત્રે શહેરમાં નોંધાયેલ ૬ કોરોના પોઝિટિવ કેસની વિગત આ મુજબ છે. જેમાં (૧) ઇલાબેન દિલીપભાઈ ચાવડા (૫૫/ સ્ત્રી) બ્લોક નં. ૧૧૯, શાંતિનિકેતન પાર્ક-૩, પરસાણા નગર શેરી નં. ૧૬, અયપ્પા મંદિર પાસે, જામનગર રોડ, રાજકોટ. ઙ્ગ(૨) હંસાબેન પ્રકાશભાઈ માંધ (૩૩/ સ્ત્રી) મોમાઈ કૃપા, બ્લોક નં. ૨૧૩, પુષ્કર ધામ-૬, યુનિવર્સીટી રોડ, રાજકોટ. (૩) તેજલબેન ભાવિનભાઈ પાટડીયા (૨૯/ સ્ત્રી) કસ્તુરી, ૧૩/૧૪, જાગનાથ પ્લોટ, ડો યાજ્ઞિક રોડ, રાજકોટ. (૪) દિપકકુમાર ભૂપતરાય માથુકિયા (૫૨/પુરુષ) આદિનાથ, વર્ધમાન નગર શેરી નં.-૯, પેલેસ રોડ, રાજકોટ. (૫) પ્રકાશભાઈ લોઢીયા (૬૫/પુરુષ) ૨૦૧, સંકલ્પ એપાર્ટમેન્ટ, ૨-જાગનાથ પ્લોટ, ડો યાજ્ઞિક રોડ, રાજકોટ. (૬) બિપીનભાઈ પિત્રોડા (૩૩/પુરુષ) ઈ-૩૦૭, શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ, સનરાઈઝ સ્કુલ પાસે, રાજકોટનો સમાવેશ થાય છે.

૧૫૮ દર્દીઓએ કોરોનાને માત આપી

શહેરમાં આજે બપોરની સ્થિતિએ કુલ કેસ ૨૯૦ પૈકી ૧૫૮ દર્દીઓ સાજા થયા છે. હાલ ૧૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે.

(2:49 pm IST)