Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ચીનમાં કોરોના સંક્રમણ મુદ્દે શી જિનપિંગની આલોચના કરનારા પ્રોફેસરની થઇ ધરપકડ

આ વખતે તેમને ટિકા કરવા પર 20 લોકો ઘરેથી ઉઠાવી ગયા

 

ચીનના અધિકારીઓએ  લૉના એક પ્રોફેસર જૂ ઝાનગ્રુનની ધરપકડ કરી છે. પ્રોફેસરનો ગુનો માત્ર એટલો છે કે તેણે કોરોના વાયરસની મહામારીને લઈને રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગની નિંદા કરી હતી.જૂના કેટલાક મિત્રો અનુસાર, પ્રોફેસર કોરોના વાયરસની મહામારી અને સત્તાને મજબૂત કરવાના પ્રયાસોને લઈને રાષ્ટ્ર પ્રમુખ જિનપિંગની નિંદા કરતા કેટલાક આર્ટિકલ પબ્લિશ કર્યા હતા.

 ચીનમાં હંમેશાથી કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવામાં આવી છે. પરંતુ શી જિનપિંગના સમયમાં પ્રતિબંધો વધારે કડક થઈ ગયા છે. ભારે સેન્સરશિપવાળા ચીનમાં જૂ એક નિડર ટિકાકાર રહ્યા છે.

તેઓ સમય-સમય પર કોમ્યુનિસ્ટ શાસનની ટિકા કરતા રહ્યા છે. વખતે તેમને ટિકા કરવા પર 20 લોકો ઘરેથી ઉઠાવી ગયા. જાણકારી તેમના મિત્રએ નામ જાહેર કરવાની શરતે આપી હતી.

જૂએ ફેબ્રુઆરીમાં ચીનમાં કોરોના વાયરસના પ્રસાર દરમિયાન શી દ્વારા દગો અને સેન્સરશિપની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની ટિકા કરતા એક લેખ પ્રકાશિત કર્યો હતો. તેણે લખ્યું હતું કે, ચીનની સિસ્ટમ જાતે શાસનની સંરચનાને નષ્ટ કરી રહી છે.

તેમણે એમ પણ લખ્યું હતું કે, કોરોના વાયરસના એપિસેન્ટર વુહાનમાં ફેલાયેલી અરાજકતા ચીની રાજ્યમાં પ્રણાલીગત સમસ્યાઓને દર્શાવે છે.

જૂનો લેખ ઘણી વિદેશી વેબસાઈટો પર પોસ્ટ કરાયો હતો. પહેલા તેણે 2018માં પણ પોતાના એક લેખમાં રાષ્ટ્રપ્રમુખની પદની મર્યાદા ખતમ થવા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

(12:13 am IST)