Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ચીનમાં કોરોના સંક્રમણ મુદ્દે શી જિનપિંગની આલોચના કરનારા પ્રોફેસરની થઇ ધરપકડ

આ વખતે તેમને ટિકા કરવા પર 20 લોકો ઘરેથી ઉઠાવી ગયા

 

ચીનના અધિકારીઓએ  લૉના એક પ્રોફેસર જૂ ઝાનગ્રુનની ધરપકડ કરી છે. પ્રોફેસરનો ગુનો માત્ર એટલો છે કે તેણે કોરોના વાયરસની મહામારીને લઈને રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગની નિંદા કરી હતી.જૂના કેટલાક મિત્રો અનુસાર, પ્રોફેસર કોરોના વાયરસની મહામારી અને સત્તાને મજબૂત કરવાના પ્રયાસોને લઈને રાષ્ટ્ર પ્રમુખ જિનપિંગની નિંદા કરતા કેટલાક આર્ટિકલ પબ્લિશ કર્યા હતા.

 ચીનમાં હંમેશાથી કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવામાં આવી છે. પરંતુ શી જિનપિંગના સમયમાં પ્રતિબંધો વધારે કડક થઈ ગયા છે. ભારે સેન્સરશિપવાળા ચીનમાં જૂ એક નિડર ટિકાકાર રહ્યા છે.

તેઓ સમય-સમય પર કોમ્યુનિસ્ટ શાસનની ટિકા કરતા રહ્યા છે. વખતે તેમને ટિકા કરવા પર 20 લોકો ઘરેથી ઉઠાવી ગયા. જાણકારી તેમના મિત્રએ નામ જાહેર કરવાની શરતે આપી હતી.

જૂએ ફેબ્રુઆરીમાં ચીનમાં કોરોના વાયરસના પ્રસાર દરમિયાન શી દ્વારા દગો અને સેન્સરશિપની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની ટિકા કરતા એક લેખ પ્રકાશિત કર્યો હતો. તેણે લખ્યું હતું કે, ચીનની સિસ્ટમ જાતે શાસનની સંરચનાને નષ્ટ કરી રહી છે.

તેમણે એમ પણ લખ્યું હતું કે, કોરોના વાયરસના એપિસેન્ટર વુહાનમાં ફેલાયેલી અરાજકતા ચીની રાજ્યમાં પ્રણાલીગત સમસ્યાઓને દર્શાવે છે.

જૂનો લેખ ઘણી વિદેશી વેબસાઈટો પર પોસ્ટ કરાયો હતો. પહેલા તેણે 2018માં પણ પોતાના એક લેખમાં રાષ્ટ્રપ્રમુખની પદની મર્યાદા ખતમ થવા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

(12:13 am IST)
  • પાકિસ્તાનના મોટા ભાગના પાયલોટ પાસે બનાવટી પાસપોર્ટ હોવાનું ખુલ્યા બાદ યુરોપિયન સેફટી એજન્સીએ તેના 32 સભ્ય યુરોપિયન દેશોને તાબડતોબ પાકિસ્તાની પાયલોટ ઉપર પ્રતિબંધ લગાવવા કહ્યું છે. access_time 9:22 pm IST

  • ચીનને છોડવાનો મૂડ નથી : ડીજીટલ સ્ટ્રાઈકની તૈયારીમાં અમેરીકાઃ ભારત સાથે મીની યુદ્ધ છેડવાની ચીનને ભારે પડી રહ્યુ છે : સૈન્ય પાછુ ખેંચવુ પડ્યુ છે ત્યારે હવે અમેરિકા પણ ચીનને સબક શીખવવા થનગની રહ્યુ છે અને ચીન વિરૂદ્ધ ડીજીટલ સ્ટ્રાઈક કરવા તૈયારી કરી છે : ફોકસ ન્યુઝ સાથેની વાતચીતમાં અમેરીકા વિદેશમંત્રી પોમ્પીયોએ આ વાત કહી હતી : જેના પ્રથમ ચરણમાં ટીકટોક એપ ઉપર પ્રતિબંધ મુખ્ય છે : અમેરિકી સાંસદો આ એપનો ઉપયોગ કરે છે જે ખૂબ જોખમી બની ગયુ છે : ખુદ ચીનમાં આ એપનો વપરાશ નથી access_time 11:02 am IST

  • પાકિસ્તાનમાં કોરોના બેલગામ: 40 સાંસદ અને ધારાસભ્યોને કાળમુખો કોરોના વળગ્યો.. access_time 9:21 pm IST