Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

દુબઈમાં પ્રવાસીઓ માટે દ્વાર ખુલ્યા : સોશિઅલ ડિસ્ટન્સ, સેનિટાઇઝર તથા ફેસ માસ્ક સાથે દુબઈમાં મોલ, તેમજ ટુરિસ્ટ પ્લેસ ખુલ્લા મુકાયા

દુબઇ : કોરોના વાઇરસના સમગ્ર વિષમ તથા યુ.એ.ઈ.માં પણ વધી રહેલા કેસ વચ્ચે દુબાઇએ પ્રવાસીઓ માટે દ્વાર ખુલ્લા મૂકી દીધા છે

અલબત્ત આ માટે સોશિઅલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક, સેનિટાઇઝર સહિતની સરકારી માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે.

આ બધા વચ્ચે દુબઈના સુવિખ્યાત મોલ, તથા પર્યટન સ્થળો ખુલ્લા મુકવાનું સરકારે સાહસ કર્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:35 pm IST)