Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

શબાના આઝમી ટુકડા ટુકડા ગેન્ગ અને એવોર્ડ વાપસી ગેંગની નવી નેતા છે : કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહ

ફોટો - ર૦ -  ( શબાના આજમી  )

 

     કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહએ સોમવારના ટવિટ કરી કહ્યું છે કે શબાના આઝમી ટુકડા-ટુકડા ગેંગ અને એવોર્ડ વાપસી ગેંગની નવી નેતા છે.

     અભિનેત્રી શબાના આઝમીએ કહ્યું હતુ કે દેશમાં એવો માહોલ છે કે સરકારની  આલોચના  કરવાવાળાને  રાષ્ટ્ર વિરોધી  બતાવવામા આવે છે. શબાનાએ કહ્યું કે  જો અમે ખામીઓ નહી બતાવીએ તો સુધાર કેવી રીતે આવશે.

     દેશની ભલાઇ માટે  ખામીઓ બતાવવી જરૂરી છે એમ શબાનાએ અંતમાં કહ્યું હતુ. 

(11:33 pm IST)