Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

આ રાજીનામું છે કે ઉપર ચડવા માટેની સીડી ? મિલિંદના રાજીનામા પર કોંગ્રેસ નેતા સંજય નિરૂપમની પ્રતિક્રિયા

     કોંગ્રેસ નેતા મિલીંદ દેવડા દ્વારા મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવા માટે કોંગ્રેસ નેતા સંજય નિરૂપમએ કહ્યૂં છે કે આ રાજીનામુ છે કે ઉપર ચડવા માટેની સીડી ?

     પાર્ટીએ આવા કર્મઠ લોકોથી સાવધાન રહેવું જોઇએ. રાજીનામું આપ્યા પછી દેવડાએ કહ્યું કે તે પાર્ટીની સ્થિરતા માટે રાષ્ટ્રીય સ્તરની ભૂમિકા નિભાવવા માગે છે.

(11:07 pm IST)