Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

કર્ણાટકમાં હોર્સ ટ્રેડિંગનો ભય : મુંબઈ બાદ બેંગ્લુરૂમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

કોંગ્રેસ એન્ડ જેડીએસના કાર્યકરો દ્વારા હાથમાં ઘોડાના પોસ્ટર સાથે પ્રદર્શન

કર્ણાટકમાં રાજકીય સંકટ ઘેરું બન્યું છે કોંગ્રેસના નારાજ ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ મુંબઇની સોફિયાટેલ હોટેલમાં ધામા નાંખ્યા છે. ત્યારે કોંગ્રેસ તથા યુવા કોંગ્રેસના કાર્યકરો બે દિવસથી હોટલની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યાછે ત્યારે બેંગલુરુમાં પણ યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું

    બેંગાલુરૂમાં કોંગ્રેસ અને જેડીએસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. બંને પક્ષોએ ભાજપ ઉપર હોર્સ ટ્રેડિંગનો આરોપ મુક્યો. કોંગ્રેસ અને જેડીએસના કાર્યકરો હાથમાં ઘોડાના પોસ્ટર સાથે પ્રદર્શન કરી રહ્યા હતા. જેમાં હોર્સ ટ્રેડિંગ લખેલું હતુ.

     કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પર સંકટ વધુ ઘેરાયુ છે. કર્ણાટક સરકારમાં જેડીએસ અને કોંગ્રેસના તમામ પ્રધાનોએ રાજીનામા આપ્યા છે. જેમા કોંગ્રેસના 22 અને જેડીએસના 11 પ્રધાન સહિત કર્ણાટકના ડેપ્યુટી સીએમ જી. પરમેશ્વર રાવે પણ રાજીનામું આપ્યુ છે

(7:47 pm IST)