Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

જયપુરમાં એક શખ્સે વટાવી હેવાનીયતની હદઃ ૨૫ બાળકો સાથે કર્યુ દુષ્કૃત્યઃ ફાંસી પર લટકાવવાની માંગ

જયપુર, તા.૮: જયપુરના શાસ્ત્રી નગરમાં ૭ વર્ષની માસૂમ બાળકી સાથે રેપના આરોપી સિકંદર ઉર્ફે જીવાણુએ પોલીસ સામે ૨૫ માસૂમો સાથે દરિંદગી કર્યાની વાત કબુલી છે. જીવાણુએ પોલીસને જણાવ્યું કે એક વર્ષની બાળકી સાથે ૧ જુલાઈના રોજ બળાત્કાર પહેલા ૨૨ જૂનના રોજ પણ તેણે ૪ વર્ષની એક બાળકી સાથે રેપ કર્યો હતો.

પોલીસ અનુસાર, સિકન્દરે જણાવ્યું કે પૂછપરછમાં જણાવ્યું કે તે પોતાની સાથે ગન રાખતો હતો અને પોતાના શિકારને આ જ બંદૂક બતાવીને ડરાવતો હતો અને ધમકાવતો હતો. માસૂમ બાળકો સાથે સિકન્દરે આ પ્રકારની દરિંદગી પુરુષો અને કિન્નરો સાથે કર્યાનું પણ કબૂલ્યું છે.

સિકન્દરે કબૂલ્યું છે કે ૨૦૦૪માં એક બાળ સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી દીધી હતી. આ મામલે તેણે મુરલીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસૂમ બાળકને બ્રેડ ખવડાવવાના બહાને લઈ ગયો. બાદમાં બાળક સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરી નાંખી અને શબ એક ટાંકીમાં ફેંકી દીધું હતું. આ મામલે સિકન્દરને આજીવન કેદની સજા થઈ છે.

રેપનો શિકાર બનેલી બાળકીના પરિજનોએ સિકન્દરને ફાંસી આપવાની માંગ કરી છે. તો બીજીબાજુ શહેરના દ્યણા સમાજીક સંગઠનો રેપના આરોપીને ફાંસી પર લટકાવવાની માંગ કરી રહ્યા છે જેથી કોઈ અન્ય બાળકો સાથે આ પ્રકારની હરકત ન થાય. તો પ્રદેશના પ્રમુખ મુસ્લિમ સંગઠનોએ સંયુકત નિવેદન જાહેર કરીને બળાત્કારના આરોપી સિકન્દરને ફાંસી આપવાની માંગ કરી છે.

(3:59 pm IST)