Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

કર્ણાટક સરકારની મુશ્કેલીમાં વધારો :નાગેશ પ્રધાને આપ્યું પ્રધાનપદથી રાજીનામું;ભાજપને ટેકો જાહેર કર્યો

અપક્ષ તરીકે ચૂંટાયા બાદ ગઠબંધનને સમર્થન આપ્યું હતું

બેંગ્લુરુ :કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની મુશ્કેલીમાં વધારો થયો છે. અપક્ષના ધારાસભ્ય અને જેડીએસ-કોંગ્રેસની સરકારમાં પ્રધાન નાગેશે પ્રધાન પદેથી રાજીનામું આપ્યુ.છે  રાજીનામું આપતાની સાથે તેમણે ભાજપને ટેકો પણ જાહેર કર્યો છે

  નાગેશે પોતાના રાજીનામાનો પત્ર રાજ્યપાલને મોકલી આપ્યો છે. નાગેશ વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમણે જેડીએસ અને કોંગ્રેસ સાથે હાથ મીલાવ્યો હતો. જેથી તેમને કર્ણાટકની સરકારમાં પ્રધાન પદુ આપવામાં આવ્યુ હતું.

(3:16 pm IST)