Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ભારતનાં રાજદ્વારી મિશનો-કાર્યાલયોને હાઇ-અલર્ટ પર રાખવામાં આવ્યા

આતંકવાદી જૈશ અને તોયબાએ પોતાનાં ઠેકાણા પાકિસ્તાનથી અફઘાનિસ્તાન શિફટ કર્યા

નવી દિલ્હી તા. ૮ :.. કાબુલ અને કંધારમાં ભારતનાં રાજદ્વારી મિશનો અને કાર્યાલયોને ગુપ્ત માહિતી મળતાં હાઇ અલર્ટ પર રાખવામાં આવ્યા છે. જેનાથી સંકેત મળ્યા છે કે આતંકવાદી સમુહ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબાના બેઝ કેમ્પ પાકિસ્તાનથી અફઘાનિસ્તાનના કુનાર, નંગરહાર, નુરિસ્તાન અને કંધારમાં શિફટ કરાયા છે.

એક અહેવાલ મુજબ, ભારતીય વાયુસેનાા દ્વાર બાલાકોટમાં આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક બાદ આતંકવાદી સંગઠન અફઘાનિસ્તાન શિફટ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોને તાલિબાન અને અફઘાન વિદ્રોહી સમુહ અને હકકાટની નેટવર્કના સાથે હાથ મિલાવી લીધા છે.

રિપોર્ટ મુજબ, અફઘાનિસ્તાન સીમા પર સ્થિત ડુરંડ લાઇન પાસે આતંકવાદી તાલીમ આપવામાં આવી રહી છે. આની પાછળનું કારણ એ હોઇ શકે છે કે, મોદી સરકારે પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારને ૧-ર જૂલાઇએ ૧પ થી વધારે જૈશના નેતાઓ અને આતંકવાદી ફન્ડિંગ સાથે જોડાયેલા પાંચ ચેરીટી સંગઠનો પર કાર્યવાહી કરવાની વાત કરી હતી.

(11:46 am IST)