Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

જોખમી મોજ વરસાદની

વરસાદમાં લોનાવલા અને ખંડાલા ઘાટમાં મોજ માણવાની ઘેલછા ધરાવતો વિશાળ વર્ગ છે, પરંતુ એ ઘેલછા ઘણી વખત જોખમરૂપ ધારણ કરે છે. મોટરકારમાં મુંબઇ અને પુણે વચ્ચે પ્રવાસ કરતા લોકોને લોનાવલા અને ખંડાલાના ઘાટ વિસ્તારોમાંથી પસાર થતાં ડુંગરાની હરિયાળી અને ઝરણાં, નદી તથા ધોધ અત્યંત મનમોહક લાગે છે અને ત્યાં ફરવા અને ભીંજાવવાનો મોહ છોડી શકતા નથી. ચોમાસામાં સામાન્ય રીતે ઘાટ વિસ્તારના માર્ગોની સ્થિતિ નાજુક થઇ જાય છે. એવામાં અડધે રસ્તે વાહનો પાર્ક કરીને મોસમની મોજ માણનારા પોતાને માટે અને અન્યોને માટે જોખમ ઉભું કરે છે. મુંબઇ-પુણે એકસ્પ્રેસ-વે પર અનેક ઠેકાણે આ રીતે જોખમી સ્થિતિમાં વાહનો પાર્ક કરીને લોકો વરસાદને માણવા રોકાતા હોય છે.

(11:44 am IST)