Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

આજથી મુંબઇમાં નો-પાર્કિંગમાં વાહન પાર્ક બદલ ૫ થી ૨૩ હજાર સુધીનો દંડ

પબ્લિક પાર્કિંગ સ્પોટ અને ૨૦ બસ ડેપોના ૫૦૦ મીટર એરિયામાં લાગુ થશે

મુંબઈઃ મુંબઇમાં હવેથી નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવા પર પાંચ હજારથી લઇને ૨૩ હજાર સુધીનો દંડ લાગી શકે છે. કાર માટે આ દંડ ૧૫૦૦૦ સુધીનો હોય શકે છે. આ નિયમ તા ૭ જુલાઇથી લાગુ થઇ ગયો છે. જે પબ્લિક પાર્કિંગ સ્પોટ અને ૨૦ બસ ડિપોના ૫૦૦ મીટર એરિયામાં લાગુ થશે.

દંડમાં નોપાર્કિંગની સાથે વાહન ટો કરવાનો પણ ખર્ચ સામેલ હશે, બે પૈડાવાળા વાહનોમાંઙ્ગ ૫૦૦૦ થી ૮૩૦૦ રૂપિયા દંડ હશે. મોટા વાહનોમાં આ દંડ ૧૫ હજારથી ૨૩૨૫૦ રૂપિયા સુધી હશે. નાના વાહનો માટે દંડ ૧૧ હજારથી ૧૭૬૦૦ રૂપિયા વચ્ચે હશે. લાઇટ મોટર વ્હીકલ માટે ૧૦ હજારથી ૧૫૧૦૦ રૂપિયા દંડ હશે. ત્રણ પૈડાના વાહનોમાં ૮ હજારથી ૧૨૫૦૦ રૂપિયા હશે. બીએમસીના રિપોર્ટ પ્રમાણે આ દંડ ન ભર્યો તો દરરોજ લેઇટ પેમેન્ટ ફી આપવી પડશે

જાણકારી પ્રમાણે મુંબઇમાં અંદાજે ૩૦ લાખ વાહન છે. આટલી મોટી સંખ્યામાં વાહનો હોવાને કારણે આ યોજનાને સફળ બનાવવા માટે બીએમસી પોતાના પૂર્વ કર્મચારીઓની ફોજ સાથે જ ખાનગી એજન્સીઓની મદદ લઇ રહી છે.  શરૂઆતના સમયમાં આ યોજના હેવી ટ્રાફિકવાળા વિસ્તાર અને કેટલીક સોસાયટીની આસપાસ લાગુ કરવામાં આવશે.

(11:44 am IST)