Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ચંદ્રાબાબુ બે વર્ષ જેલ જશે : ભાજપનો દાવો

આંધ્રમાં ટીડીપીમાં મોટું ભંગાણ ? ૧૮ ધારાસભ્યો - ૩૦ વિધાન પરિષદના સભ્યો ભાજપના સંપર્કમાં : ભાજપ મુખ્ય વિપક્ષની ભૂમિકા ભજવશે

નવીદિલ્હીઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર પર સંકટ છે ત્યારે બીજી તરફ આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી ટીડીપી પર પણ ગ્રહણ મંડરાઈ રહ્યુ છે.

આંધ્રપ્રદેશ ભાજપ ઈન્ચાર્જ સુનીલ દેવધરનો દાવો છે કે તેલુગૂ દેશમ પાર્ટી(ટીડીપી)ના ૧૮ ધારાસભ્યો અને ૩૦ વિધાન પરિષદના સભ્યો અમારા સંપર્કમાં છે.

સુનીલ દેવધરનું કહેવું છે કે ચંદ્રાબાબુ નાયડુ બે વર્ષ માટે જેલ જશે અને રાજયમાં ભાજપ મુખ્ય વિપક્ષની ભૂમિકા ભજવશે.

આંધ્રપ્રદેશમાં તાજેતરમા જ ટીડીપીના રાજયસભાના ૪ સાંસદો ભાજપમાં જોડાયા છે. ભાજપ દેશવ્યાપી વિપક્ષઓના સફાય અને સમગ્ર ભારતને ભગવા ઝંડા નીચે લાવવાં માટે મોટી રાજકીય તોડફોડનું ઓપરેશન અમલમાં મૂકી રહ્યાનું રાજકીય પંડિતો માને છે.અત્રે ઉલેલ્ખનીય છે કે મે મહિનામાં વિધાનસભા ચૂંટણીમાં વાયએસઆર કોંગ્રેસને જનાદેશ મળતા આંધ્રની કમાન અત્યારે ભાજપ સમર્થનવાળા મુખ્ય મંત્રી જગન મોહન રેડ્ડીના હાથમાં છે.

(11:42 am IST)