Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

કેવી રીતે સુધરે કાયદો-વ્યવસ્થા ?

દેશમાં પોલીસખાતામાં પ.૪ લાખ જગ્યાઓ ખાલી

દિલ્હીમાં ૧૧૦૦૦ જગ્યા તો ઉત્તરપ્રદેશમાં ૧.ર૯ લાખ જગ્યાઓ ખાલી

નવી દિલ્હી, તા. ૮ : દેશભરમાં પોલિસ કર્મચારીઓની સંખ્યા ઘણી ઓછી છે. આંકડાઓ અનુસાર ૧ જાન્યુઆરી ર૦૧૮ સુધી દેશમાં પ.૪૩ લાખ પોલીસ કર્મચારીઓની જગ્યાઓ ખાલી હતી. તેમાં સૌથી વધારે ઉત્તરપ્રદેશમાં લગભગ ૧.ર૯ લાખ જગ્યાઓ ખાલી હતી. જયારે નાગાલેન્ડ એક માત્ર એવું રાજય છે જયાં પોલિસ કર્મચારીની સંખ્યા માપદંડ કરતા વધારે છે. બ્યુરો ઓફ પોલિસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (બીપીઆરડી)ના આંકડાઓ અનુસાર દેશભરમાં ર૪,૮૪,૧૭૦ પોલિસ કર્મચારીઓની જરૂર છે, જેમાંથી ૧ જાન્યુઆરી ર૦૧૮ના રોજ ૧૯,૪૧,૪૭૩ જગ્યાઓ ભરાયેલી હતી.

માહિતી અનુસાર, ૧ જાન્યુઆરી-ર૦૧૭ના રોજ પોલિસ કર્મચારીની કુલ પ.૩૮ લાખ જગ્યાઓ ખાલી હતી. જયારે ર૦૧૮માં આ સંખ્યા વધીને પ.૪૩ લાખ થઇ ગઇ હતી. ર૦૧૬માં પ.૪૯ લાખ જગ્યાઓ ખાલી હતી. જયારે દેશભરમાં ર૦૧૬માં રર,૮૦,૬૯૧, ર૦૧૭માં ર૪,૬૪,૪૮૪ અને ર૦૧૮માં ર૪,૮૪,૧૭૦ પોલિસ કર્મચારીઓની જરૂર હતી તેની સામે અનુક્રમે ૧૭,૩૧,૬૬૬, ૧૯,ર૬,ર૪૭ અને ૧૯,૪૧,૪૭૩ પોલિસ કર્મચારીઓ જ હતાં.

બીપીઆરડીના હાલના રિપોર્ટ પ્રમાણે પોલિસ કર્મચારીઓની સૌથી વધુ ઘટ ઉત્તરપ્રદેશમાં છે ત્યાર પછી બિહારમાં પ૦,ર૯૧, પશ્ચિમ બંગાળમાં ૪૮,૯૮૧, તેલંગાણામાં ૩૦,૩૪પ અને મહારાષ્ટ્રમાં ર૬,૧૯૬ જગ્યાઓ ખાલી હતી.

દેશની રાજધાની દિલ્હીમાં પણ પોલિસ કર્મચારીઓની ૧૧,૮૧૯ જગ્યાઓ ખાલી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પોલિસ કર્મચારીઓની સંખ્યા માટેનો માપદંડ આંધ્રપ્રદેશ, હરિયાણા, ઝારખંડ, કેરળ વગેરે રાજયો કરતા ઘણો વધારે છે.

(10:01 am IST)