Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

TMC નેતાનો ઝાડ પર લટકતો મૃતદેહ મળ્યો , છેલ્લા ત્રણ મહિનામાં છઠ્ઠા પાર્ટી નેતાનું મોત

તુલસીપુર ગામમાં ઘરની નજીક ઝાડમાંથી ટીએમસીના નેતાનો મૃતદેહ મળ્યો

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના ડોમકલ વિસ્તારમાં સ્થાનિક તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) ના નેતાનો મૃતદેહને ઝાડ પર લટકતો મળ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ધુલોડી ગામ પંચાયત હેઠળ, તુંલસીપુર ગામમાં ઘરની નજીક એક ઝાડમાંથી ટીએમસીના નેતાનો મૃતદેહ લટકો મળ્યો હતો.

 ડોમકલ પંચાયત સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ નિધુ ભૂષણ મંડળ (45) છેલ્લા ત્રણ મહિના દરમિયાન દરમિયાનના વિસ્તારોમાં વિવિધ કારણોથી મરનારા લોકો તૃણમૂલના છઠ્ઠા નેતા છે.

   ડોકમલ થાણેના એક અધિકારીએ કહ્યું કે મંડળ શુક્રવાર સાંજે થી જ ગુમ થયા હતા.મંડલનાં અંગત અવયવો પર મળેલા ઈજાના નિશાનોથી પોલીસ મુંઝવણમાં છે. તેમના પરિવારજનોનો દાવો છે કે તેમની હત્યા થઈ છે. પરંતુ પોલીસ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી શકે છે.

   અધિકારીએ કહ્યું કે જ્યાં સુધી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ ન મળે ત્યાં સુધી કંઇક કહી શકાય નહીં. મુર્શીદાદબાદ જીલ્લાનાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સૉમિક હુસૈને જણાવ્યું કે હાલ તેમનું મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી. તેઓ પાર્ટીનાં સક્રિય નેતા હતા.

(12:00 am IST)