Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

કર્ણાટકમાં ભાજપ બહુમતીથી માત્ર એક ડગલું દૂર :રાજીનામુ આપનાર 13 પૈકી10 ધારાસભ્યો મુંબઈ સોફિટેલ હોટલમાં રોકાયા

;કર્ણાટકમા કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારનું સંકટ વધ્યું છે  ગઠબંધન સરકારમાંથી 13 ધારાસભ્યોએ રાજીનામું આપી ચુક્યા છે. તેમાંથી 11 એમએલએને મુંબઇની સોફીટેલ હોટેલમાં રોકાયા છે. રાજીનામું આપનારા ધારાસભ્યોમાંથી 10 કોંગ્રેસ અને અને 3 જનતા દળ (સેક્યુલર)નાં  વિધાયકોનો સમાવેશ થાય છે. નારાજ થયેલા ધારાસભ્યોનાં રાજીનામાને કારણે જ કર્ણાટક વિધાનસભામાં સમીકરણો પુરી રીતે બદલાઇ રહ્યા છે. જો કે મહત્વની વાત એ છે કે હજુ સુધી ધારાસભ્યોનાં રાજીનામા સ્વીકાર કરાયા નથી. જો કે ધારાસભ્યોનાં વલણ જોતા આશંકાનાં વાદળો ખુબ ઘેરાય રહ્યા છે. હાલમાં જે સ્થીતી નિર્માણ પામી છે, તે જોતા એવું લાગે છે કે ભાજપ બહુમતિથી માત્ર એક ડગલું દુર છે.

(12:00 am IST)