Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

દુનિયાભરની તમામ મોટી વેબસાઈટ લગભગ 1 કલાક સુધી ઠપ્પ

સાઈટ ખોલવા પર 503ની એરર અથવા કનેક્શન ફેઈલરની એરર: ફાસ્ટલી ડાઉન થવાના કારણે વ્હાઈટ હાઉસ, યુકે સરકાર સહિત અનેક સરકારી વેબસાઈટ પણ ખુલી નહતી શકતી

વૉશિંગ્ટન: દુનિયાભરમાં ન્યૂયોર્ક ટાઈમ્સ, ગાર્ડિયન, CNN, બ્લૂમબર્ગ અને ફાઈનાન્સિયલ ટાઈમ્સ જેવા ઈન્ટરનેશનલ ન્યૂઝ આઉટલેટની વેબસાઈટ લગભગ 1 કલાક સુધી ઠપ્પ રહી. જેને ખોલવા પર 503ની એરર અથવા કનેક્શન ફેઈલરની એરર આવતી હતી. અનેક સોશિયલ મીડિયા યુઝર્સે આ સમસ્યાને ટ્વીટર પર શેર કરી છે. અનેક ઠેકાંણે નેટફ્લિક્સ, રેડિટ જેવી લોકપ્રિય વેબસાઈટો પણ નહતી ખુલી રહી. આ સમસ્યા પાછળ ફાસ્ટલીના સર્વર ડાઉનને જવાબદાર માનવામાં આવી રહ્યું છે.

ફાસ્ટલીએ પોતાની વેબસાઈટ પર જણાવ્યું કે, આ સમસ્યા બપોરે 3:28 કલાકે સામે આવી હતી. હવે કંપનીનું કહેવું છે કે, આ સમસ્યાને દૂર કરી દેવામાં આવી છે. એવું કહેવાય છે કે, ફાસ્ટલી ડાઉન થવાના કારણે વ્હાઈટ હાઉસ, યુકે સરકાર સહિત અનેક સરકારી વેબસાઈટ પણ ખુલી નહતી શકતી.

ફાસ્ટલીએ પોતાની વેબસાઈટ પર આઉટેઝની આ સમસ્યાનું પુષ્ટિ કરી હતી. વેબસાઈટ પર કહેવામાં આવ્યું છે કે, હવે અમે અમારી CDN સર્વિસ પર થયેલી અસરોની તપાસ કરી રહ્યાં છીએ.

CDN એટલે કે કન્ટેન્ટ ડિલીવરી નેટવર્ક (CDN) ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્વનો ભાગ હોય છે. CDN કંપનીઓ સર્વર્સનો પોતાનું ગ્લોબલ નેટવર્ક ચલાવે છે. જેનાથી વેબ સર્વિસનું પરફોમન્સ સારૂ રહે છે. CDN પ્રૉક્સી સર્વસની જેમ કામ કરે છે.

(10:10 pm IST)