Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

WHOની ભારતને ચેતવણી : ડેલ્ટાનું 'ભૂત' હજુ ઉભુ છે : ઉતાવળે પ્રતિબંધો ન હટાવતા

કોરોનાના પ્રતિબંધો ઝડપથી હટાવવાનું ખતરનાક બની શકે છે

જીનીવા,તા. ૮ :વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ચીફ ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયાસસે કોરોના પ્રતિબંધ જલ્દી હટાવવાને લઈને ચેતવણી આપી છે.  તેમણે કહ્યુ છે કે ડેલ્ટા વેરિએન્ટ સહિત અન્ય ચિંતાજનક વેરિએન્ટના વધતા સંક્રમણને જોતા કોરોના પ્રતિબંધ જલ્દી હટાવવું ખતરનાક સાબિત થઈ શકે છે. તેમણે કહ્યુ કે બીજી લહેરથી લગભગ ૨ મહિના સુધી ખરાબ રીતે હેરાન થયા બાદ ભારતમાં પ્રતિબંધોમાં છુટ શરુ થઈ ગઈ છે. કેટલાક રાજયોમાં પ્રતિબંધમાં ઢીલ શરુ થઈ ચૂકી છે તો કેટલીક જગ્યાઓ પર પ્રતિબંધ જારી છે.

આ પહેલા WHOએ કહ્યુ હતુ કે કોરોના ડેલ્ટા સ્ટ્રેન હવે ચિંતાનું કારણ બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોવિડનો આ સ્ટ્રેન સૌથી પહેલા ભારતમાં જોવા મળ્યો હતો. ત્યારે આ વેરિએન્ટના ૨ અન્ય બે સ્ટ્રેન્સના સંબંધમાં WHOએ કહ્યુ કે હાલમાં ચિંતાની કોઈ વાત નથી. વાયરસ  ગ્.૧.૬૧૭ વેરિએન્ટને ટ્રિપલ મ્યૂટેન્ટ વેરિએન્ટ ગણાવવામાં આવ્યો છે. કેમકે આ ત્રણ લિનીએજ(વંશ)માં વહેચાયેલો છે. સંયુકત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સી ગત મહિને સમગ્ર સ્ટ્રેનને વીઓસી એટલે કે વેરિએન્ટ ઓફ કન્સર્ન જાહેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે કોરોનાના ભારતમાં પહેલી વાર જોવા મળેલા સ્વરુપ બી.૧.૬૧૭.૧ અને બી.૧.૬૧૭.૨ના હવે ક્રમશઃ 'કપ્પા' અને 'ડેલ્ટા'ના નામથી ઓળખવામાં આવશે. હકિકતમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કોરોના વાયરસના વિભિન્ન સ્વરુપોની નામાવલીની નવી વ્યવસ્થા જાહેર કરી છે. જે અંતર્ગત વાયરસના વિભિન્ન સ્વરુપોની ઓળખ ગ્રીક ભાષાના અક્ષરોના માધ્યમથી થશે. આ નિર્ણય વાયરસને લઈને સાર્વજનિક વિમર્શના સરળીકરણ કરવા તથા નામો પર લાગેલા કલંકને ભૂસવા માટે કરવામાં આવ્યો છે.

(11:08 am IST)