Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

મંગળવારે મુંબઈમાં વરસાદ થશે :અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર સર્જાયું : ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે

કેરળમાં વરસાદ પડતા દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ બેસી ગયાની જાહેરાત :દક્ષિણ ભારતના દરિયાકાંઠે વરસાદની શકયતા

નવી દિલ્હી :આજે કેરળમાં વરસાદ પડતાની સાથે જ ભારતીય હવામાન વિભાગે વિધિવત્ત ચોમાસું બેસી ગયાની જાહેરાત કરી હતી  દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું બેસી ગયું છે.

ખાનગી સંસ્થા સ્કાઇમેટનાં જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઇ છે. આ સિસ્ટમનાં કારણે દક્ષિણ ભારતનાં દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ આવશે અને વરસાદની આ સિસ્ટમનાં કારણે મુંબઇમાં 11 જૂનનાં રોજ વરસાદ આવે તેવી શક્યતાઓ છે.

 મુંબઇમાં ચોમાસુ બેસે તેનાં ચારેક દિવસ પહેલા આ વરસાદ આવશે. અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેસર સિસ્ટમનાં કારણે મુંબઇમાં 11 અને 12 જૂનનાં રોજ વરસાદ આવશે અને મુંબઇગરાઓને ટાઢક આપશે.

હાલમાં આ લો પ્રેશર અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વ અને મધ્યમાં છે અને આગામી દિવસમાં ઉત્તર તરફ આગળ વધશે.

(9:29 pm IST)