Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું માલદીવ સાથે ગુજરાતનો 2500 વર્ષ જૂનો સબંધ : ભારત અને માલદીવ વચ્ચે ભાષાની પણ સમાનતા

ભારત અને માલદીવ એક ગૂલશનના ફૂલ છે. સાગરની ઊંડાઈ જેવો સંબંધ : માલદીવ આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જામાં સામેલ

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતાની પહેલી વિદેશ યાત્રા પર માલદીવ પહોંચ્યા હતા હવાઈ મથક પર વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે સ્વાગત કર્યું હતું  બંને દેશ વચ્ચે કેટલાક મહત્વના કરાર પર હસ્તાક્ષર પણ થયા. આ દરમ્યાન પ્રધાનમંત્રી માલદીવના સંસદ પહોંચ્યા હતા સંસદમાં પીએમ મોદીએ કહ્યું કે, માલદીવ દુનિયાનું ગજબનો દેશ છે. હું મારા અને ભારત તરફથી આ સદનને ધન્યવાદ આપુ છુ. હું બીજી વખત અહીં આવ્યો અને બીજી વખત સદનની કાર્યવાહીનો ભાગ બન્યો.

તેમણે કહ્યું, માલદીવ આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જામાં સામેલ થયું છે. બદલાતુ પર્યાવરણ વિશ્વ માટે ખતરો છે. માલદીવ સૌર્ય ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ભારત અને માલદીવ વચ્ચે ભાષાની પણ સમાનતા છે. માલદીવમાં લોકતંત્ર અને સમૃદ્ધિ માટે ભારત વિશ્વસનીય સહયોગી બનેલું રહેશે અને દેશનો હાથ મજબૂત કરશે. દેશનો સંબંધ માત્ર સરકારો વચ્ચે નથી હોતો. લોકો વચ્ચે સંબંધ તેનો પ્રાણ હોય છે.

તેમણે ઉમેરતા કહ્યું, ભારત અને માલદીવ એક ગૂલશનના ફૂલ છે. સાગરની ઊંડાઈ જેવો સંબંધ છે. ભારત હંમેશા, દરેક રીતે તમારી સાથે ચાલ્યું છે. માલદીવ અને ગુજરાતનો જુનો સંબંધ છે. અઢી હજાર વર્ષ જુનો સંબંધ છે


પીએમ મોદીએ કહ્યું કે, આપણે સામુદ્રીક પાડોસી દેશ છીએ. આપણે મિત્ર છીએ. મિત્રોમાં કોઈ મોટુ કોઈ નાનુ, કે નબળુ કે તાકાતવર નથી હોતું. શાંત અને સમૃદ્ધ પડોસીનો પાયો ભરોસા, સદ્ભાવના અને સહયોગ પર ટકેલો હોય છે.

પીએમએ કહ્યું, હવે ભારતના સહયોગથી માલેના રસ્તાઓ અઢી હજાર એલઈડી સ્ટ્રીટ લાઈટથી પ્રકાશમાં નહાવી રહ્યા છે, અને 2 લાખ એલઈડી બલ્બ માલદીવ વાસીઓના ઘરો અને દુકાનોને જગમગાવવા આવી ચુક્યા છે

(9:25 pm IST)