Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

સપામાં નવા પ્રાણ ફૂંકવા માટે મુલાયમસિંહ ફરીવાર સક્રિય

મુલાયમ પાર્ટી ઓફિસમાં નિયમિત પહોંચી રહ્યા છે : સૌથી પહેલા પરિવારના સભ્યોને સંગઠિત કરવાના પ્રયાસ કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓ સાથે મુલાયમની બેઠક શરૂ

લખનૌ, તા. ૮ : લોકસભા ચૂંટણીમાં કારમી હાર થયા બાદ હવે સમાજવાદી પાર્ટીને નવેસરથી ઉભી કરવા માટેના પ્રયાસો શરૂ થઇ ગયા છે. પાર્ટીને મજબૂત કરવા માટે હવે મુલાયમસિંહ યાદવ પોતે જવાબદારી લઇને મેદાનમાં ઉતર્યા છે. યાદવ હવે સતત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે હારને લઇને ફીડબેક મેળવી રહ્યા છે. સાથે સાથે ભાવિ રણનીતિ બનાવવામાં પણ લાગી ગયા છે. જો કે, પાર્ટીને મજબૂત બનાવવા માટે મુલાયમસિંહની ભૂમિકા શું રહેશે તેને લઇને હજુ સુધી કોઇપણ બાબત સપાટી ઉપર આવી નથી. સપાના લોકો હજુ વાત કરવાની સ્થિતિમાં નથી. પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ હવે એક્શનમાં દેખાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી તેઓ સીધીરીતે પાર્ટી કચેરીમાં પહોંચી રહ્યા છે. અહીં તેઓ પાર્ટીના કાર્યકરો અને નેતાઓને નિયમિતરીતે મળી રહ્યા છે. વાતચીત કરી રહ્યા છે. મુલાયમસિંહ યાદવના નવા આવાસ પાર્ટીની કચેરી નજીક જ છે. છેલ્લા કેટલાક દિવસથી મુલાયમસિંહે વરિષ્ઠ નેતાઓ સાથે અને ખાસ કરીને પાર્ટીમાં સાઈડલાઈન કરી દેવામાં આવેલા નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે. સપાના સુત્રોએ કહ્યું છે કે, મુલાયમસિંહ યાદવ પાર્ટીની વર્તમાન હાલતને લઇને નાખુશ દેખાઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને હાલમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પાર્ટીના ભવિષ્યને લઇને પણ ચિંતાતુર દેખાઈ રહ્યા છે. જુના નેતાઓથી ફિડબેક લઇને અખિલેશ યાદવને પણ જાણકારી આપનાર છે. સપાના સુત્રોનું કહેવું છે કે, મુલાયમસિંહ અને તેમના પુત્ર અખિલેશ યાદવ લખનૌમાં બેઠક યોજી ચુક્યા છે. સૌથી પહેલા પરિવારને સંગઠિત કરવામાં લાગી ગયા છે જેનાથી પાર્ટીને ફાયદો થઇ શકે છે. પાર્ટીથી અલગ થઇ ગયેલા શિવપાલ યાદવ પણ હાલમાં નેતાજીને મળ્યા હતા પરંતુ હજુ સુધી તેમની વચ્ચે શું વાતચીત થઇ છે તે અંગે માહિતી મળી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. જો કે, આ ગઠબંધનના પ્રયોગ ફ્લોપ રહ્યા હતા અને ગઠબંધનને નહીવત જેવી સીટો મળી હતી. એક બાજુ સમાજવાદી પાર્ટીને પાંચ અને બહુજન સમાજ પાર્ટીને ૧૦ સીટો મળી હતી. મોદીની લહેર વચ્ચે આ મહાગઠબંધનના તમામ પ્રયાસો પણ ફ્લોપ રહ્યા હતા. સપાના નેતાનું કહેવું છે કે, આવતીકાલે રવિવારના દિવસે ઇદના ભાગરુપે ખાસ કાર્યક્રમ યોજવામાં આવનાર છે જેમાં તમામ લોકો ઉપસ્થિત રહેનાર છે.

(7:31 pm IST)
  • કર્ણાટક કેબીનેટનું ૧૨ જુન બુધવારે વિસ્તરણ થશે : આગામી ૧૨ જુનના રોજ કર્ણાટકની જેડીએસ કોંગ્રેસ સરકારનું વિસ્તરણ થશે. ૧૨ જુને સવારે ૧૧ાા વાગે મુખ્યમંત્રી કુમારસ્વામી ગવર્નરને મળશે. ધારાસભ્યોમાં પ્રવર્તમાન અસંતોષ ડામવા આ પગલુ ભરાઇ રહયાનું મનાય છે. access_time 3:37 pm IST

  • કાર્ડ દ્વારા કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા ચોક્કસ લિમિટ રખાશે : ફ્રી આર.ટી.જી.એસ અને એન.ઈ.એફ.ટી ની જાહેરાત કર્યા પછી હવે, કાર્ડ ઉપર કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા માટે ચોક્કસ લિમિટ આવી રહ્યાનું જાણવા મળે છે access_time 12:42 am IST

  • અમદાવાદમાં બે દિવસ માટે રેડ લેવલનો હિટવેવ જાહેર ગુજરાતમાં ચોમાસુ કયારે બેસી જશે તેની જાહેરાત પૂર્વે હવામાનતંત્ર ચોમાસાની હિલચાલ મોનીટર કરી રહેલ છે access_time 5:47 pm IST