Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

હરિયાણાના ફરીદાબાદની ડબુઆના એએનડી કોન્વેન્ટ સ્કુલમાં આગ લાગતા શાળા સંચાલકના પત્ની અને ર બાળકોના મોત

ફરીદાબાદઃ હરીયાણાના ફરીદાબાદમાં એક પ્રાઇવેટ સ્કુલમાં આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે ડબુઆ કોલોનીમાં આવેલી એક પ્રાઇવેટ સ્કુલમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી.

આ આગની લપેટમાં સ્કુલની ઉપર રહેતો સંચાલકનો પરિવાર પણ આવી ગયો જેમાં સ્કુલ સંચાલકના બે બાળકો અને પત્નીનું મોત થયુ ંહતું.

આજે સવારે ડબુઆના એએનડી કોન્વેન્ટ સ્કુલની ઇમારતમાં અચાનક આગ લાગી ગઇ અને ેશાળાની બિલ્ડિંગની ઉપર રહેતા સ્કુલના સંચાલકના પરિવારના બે બાળકો અને એક મહિલા આગની ચપેટમાં આવી ગયાં. સ્કુલમાંથી ઉંચે ઉડી રહેલા કાળા ધુમાડાને જોતા જ બૂમાબૂમ મચી ગઇ. અફડાતફડીમાં કેટલાક સ્થાનિક લોકો તેમને બચાવવા માટે દોડયા અને ફાયર બ્રિગેડને સૂચના આપી. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની મદદથી રેસ્કયુ ઓપરેશન કરાયું હતું.

આગની લપેટમાં આવેલા પરિવારને બહાર કાઢવામાં ખુબ મુશ્કેલીઓ આવી રહી હતી. સ્થાનિક લોકોની મદદથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે બીજા માળની બારી તોડી અને સીડીના સહારે બધાને બહાર કાઢી શકાયા. પરંતુ ખુબ કોશિષ કરવા છતા ૩ લોકોને બચાવી શકાય નહીં.

સ્થાનીક લોકોના જણાવ્યાં મુજબ આ આગ વીજળીના શોર્ટ સર્ટિકના કારણે લાગી હોઇ શકે છે. કારણ કે વીજળીના તારોના જાળા ફેલાયેલા છે, રસ્તામાંં ટ્રાન્સફોર્મર છે. અવાર નવાર દુર્ઘટનાઓ ઘટતી રહે છે.  પોલીસ આ મામલે હવે તપાસની વાત કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ મામલે તપાસ થઇ રહી છે. અને ત્યારબાદ માલુમ પડશે કે આગ લાગવાનું મુખ્ય કારણ શું હતું ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે.

(6:11 pm IST)