Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

વર્કીંગ પ્રેસીડન્ટ તરીકે અશોક ગેહલોતને બેસાડી રાજસ્થાનમાં સચીન પાયલોટને મુ.મંત્રી બનાવાશે?

કોંગ્રેસની યાદવાસ્થળી ઠારવાના ભરચકક પ્રયાસો

જયપુરઃ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે સચિન પાયલોટનું નામ નકકી થયું છે. ત્યારે કોંગ્રેસની રાજસ્થાનની રાજકીય કટોકટી નિવારવા હાલના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટનો હોદ્દો આપવામાં આવે તેવી ફોર્મ્યુલા ઘડાઈ રહી છે. કોંગ્રેસમાં મોટા પાયે તોફાન તોળાઈ રહ્યાના એંધાણ મળે છે. રાજસ્થાનના હાલના મુખ્યમંત્રી વિરૂધ્ધ કચવાટ જબરજસ્ત વધતો જતો હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. સચિન પાયલોટ અત્યારે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી છે અને તેઓ રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ પણ છે. તેમને નવા મુખ્ય મંત્રી બનાવવાનો તખ્તો અંતિમ તબક્કામાં હોવાનું મનાય છે.

(4:00 pm IST)