Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

સ્કાઈમેટે આ વર્ષે ૯૩ ટકા અને હવામાન વિભાગે ૯૬ ટકા વરસાદ થવાની શકયતા રજૂ કરી છે

આગામી ૨૪ કલાકમાં પૂર્વોત્તરના ત્રિપુરા સુધી ચોમાસુ પહોંચવાની શકયતા : રાજસ્થાન, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં પાંચ દિવસ અતિશય ગરમી રહેશે

નવી દિલ્હી, તા.  ૮ : ચોમાસું ૮ દિવસ મોડું થઈને શનિવારે કેરળ પહોંચવાની શકયતા છે. સમાન્ય રીતે ચોમાસું ૧ જૂને કરેળ પહોંચતું હોય છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણમાં લક્ષદ્વીપના વિસ્તાર ઉપર ચક્રવાતી વિસ્તાર સર્જાયો છે. દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં લો પ્રેશર પણ સર્જાઈ શકે છે. ચોમાસું આગામી ૨૪ કલાકમાં પૂર્વોત્ત્।રના ત્રિપુરામાં પ્રવેશ કરે તેવી પણ શકયતા છે. સ્કાઈમેટે આ વર્ષે ૯૩ ટકા અને હવામાન વિભાગે ૯૬ ટકા વરસાદ થવાની શકયતા રજૂ કરી છે.

હવામાન વિભાગે ૯ જૂનના રોજ કેરળના આઠ જિલ્લા તિરુવનંતપુરમ, કોલમ, અલાપુઝા, કોટટ્યમ, અર્નાકુલમ, ત્રિશુર, માલાપ્પુરમ અને કોઝિકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જયારે ૧૦ જૂને ત્રિશુરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અર્નાકુલમ, મલાપ્પુરમ અને કોઝિકોટ જિલ્લામાં ૧૧ જૂને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શકયતા છે.

ચોમાસું ૧૩ જૂન સુધી કર્ણાટક પહોંચી જશે

ચોમાસું શ્રીલંકાને કવર કર્યા પછી ભારત તરફ આગળ વધશે. બંગાળની ખાડીમાં વિક્ષોભથી નોર્થ ઈસ્ટ અને પશ્યિમ બંગાળમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. કર્ણાટક સરકારે વરસાદ માટે મંદિરોમાં પૂજા કરવાનો આદેશ આપ્યો છે. બેલગામના સવાદત્ત્।ી યેલમ્મા મંદિરમાં વરસાદ માટે પૂજા કરવામાં આવી રહી છે. વિશેષ પૂજામાં ધાર્મિક વિભાગના મંત્રી પીટી પરમેશ્વર નાઈક સહિત દ્યણાં મંત્રી સામેલ થશે.

હિમાચલમાં વરસાદનો પ્રવેશ

હિમાચલ પ્રદેશના ચંબા, શિમલા અને ફુકરીમાં ગુરુવાર રાતથી ધીમા વરસાદની શરૂઆત થઈ છે. અહીં મેદાની વિસ્તારમાં લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી એક સપ્તાહ સુધી અહીં વાતાવરણમાં ઠંડક રહેશે. શુક્રવારે ડલહૌજીમાં મહત્ત્।મ તાપમાન ૨૧ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં રહેશે અતિશય ગરમી

પૂર્વોત્ત્।રમાં હવામાનની સ્થિતિ મોનસૂન પેટર્ન પ્રમાણે અનુકૂળ હોવાથી આસામ, મેદ્યાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની શકયતા છે. જોકે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં આગામી ચાર-પાંચ દિવસ સુધી લૂની સ્થિતિ રહેવાની શકયતા છે.

દિલ્હી-એનસીઆરમાં વરસાદ ૧૦-૧૫ દિવસ મોડો

ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટે આ વર્ષે ૯૩ ટકા જયારે હવામાન વિભાગે ૯૬ ટકા વરસાદ રહેવાની શકયતાઓ વ્યકત કરી છે. આ વર્ષે દિલ્હી એનસીઆરમાં વરસાદ ૧૦-૧૫ દિવસ મોડો પહોંચવાની શકયતા છે. દિલ્હી અને તેના આસપાસના વિસ્તારમાં સામાન્ય રીતે ચોમાસું જૂન મહિના સુધી પહોંચી જતુ હોય છે.

પ્રી મોનસૂન સીઝનમાં વરસાદ ખૂબ ઓછો થયો

સ્કાઈમેટના વૈજ્ઞાનિક સમર ચૌધરીએ જણાવ્યું કે, આ વખતે અલનીનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે ચોમાસું નબળુ રહેવાની શકયતા ચે. ૬૫ વર્ષોમાં બીજી વખત એવું થયું છે જયારે પ્રી મોનસૂન આટલું ડ્રાય છે. આ દરમિયાન અંદાજે ૧૩૧.૫ મિમી વરસાદ થતો હોય છે. તેની જગ્યાએ માત્ર ૯૯ મિમી જ વરસાદ નોંધાયો છે. પૂર્વી દીશાથી આવતા પવનમાં થોડો ભેજ છે જેણે ઉત્ત્।ર ભારતમાં ગરમી ઉપર નિયંત્રણ રાખ્યું છે. તેમ છતા લૂના કારણે અહીં પણ ગરમીનો પારો ઉંચો જોવા મળે છે.

ગયા વર્ષે ૩ દિવસ વહેલાં પહોંચ્યું હતું ચોમાસું

ચોમાસું ૨૦૧૪માં ૫ જૂને, ૨૦૧૫માં ૬ જૂને અને ૨૦૧૬માં ૮ જૂને આવ્યું હતું. જયારે ૨૦૧૮જ્રાક્નત્ન ચોમાસું કેરળમાં ત્રણ દિવસ પહેલાં એટલે કે ૨૯ મેના રોજ જ આવી ગયું હતું. ગયા વર્ષે સામાન્ય વરસાદ થયો હતો.

(3:56 pm IST)
  • ભારતીય વર્લ્ડ કપ ટીમની સહીઓ સાથેનું ક્રિકેટ બેટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ભેટ આપવામાં આવ્યું તે પ્રસંગની તસ્વીરનજરે પડે છે access_time 9:19 pm IST

  • રાજકોટ - જામનગરની હવાઈ સેવાઓમાં ત્રિમાસિક કાપ મૂકાયો જામનગરથી મુંબઈ પણ એર ઈન્ડિયાની સેવા વીકમાં ૩ દિવસ જ મળશે તેવું જાણવા મળે છે access_time 5:45 pm IST

  • અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ : સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉતર ગુજરાતમાં હિટવેવની આગાહી access_time 3:36 pm IST