Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

J&Kઅનંતનાગમાં સુરક્ષાદળ-આતંકીઓ વચ્ચે અથડામણમાં ૧ આતંકી ઠાર

સર્ચ ઓપરેશન શરૃઃ સુરક્ષાદળોએ કરી જવાબી કાર્યવાહી

નવી દિલ્હી, તા.૮: જમ્મૂ અને કાશ્મીરના અનંતનાગમાં શનિવાર સવારે સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઇ ગયું છે. અનંતનાગના વેરીનાગમાં ચાલી રહેલા આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આંતકીને ઠાર માર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા દળને આ વિસ્તારમાં ૨થી ૩ આતંકીઓ છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષા દળ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન આતંકીઓ દ્વારા ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળે તેનો સણસણતો જવાબ આપ્યો હતો. બંને તરફથી ચાલી રહેલા ફાયરિંગમાં એક આંતકીનું મોત થયું છે. આ સાથે જ સમગ્ર વિસ્તારને દ્યેરી લેવામાં આવ્યો છે.

બીજા કાર્યકાળની પ્રથમ વિદેશ યાત્રા પર ઙખ મોદી, માલદીવ્સમાં સંસદને સંબોધશે

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં જિલ્લામાં શુક્રવારે સુરક્ષા દળની સાથે એન્કાઉન્ટરમાં હાલમાં જ પોલીસ દળ છોડનાર બે ખાસ પોલીસ અધિકારીઓ સહિત જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદી માર્યા ગયા હતા. પોલીસના એક પ્રવકતાએ જણાવ્યું હતું કે, વિશ્વસનીય ગુપ્ત જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળે દક્ષિણ કાશ્મીરના લિટર વિસ્તારના પંઝરાનમાં ઘેરાબંધી અને તપાસ અભિયાન શરૂ કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, તપાસ અભિયાન દરમિયાન છૂપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળ પર ગોળીબાર શરૂ કર્યો હતો. પ્રવકતાએ જણાવ્યું કે ગોળીબારનો સણસણતો જવાબ આપતા ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થઇ ગયું જેમાં બે સૂચિબદ્ઘ આતંકવાદી અને હાલમાં જ પોલીસ દળ છોડી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સભ્ય બનનારા બે ખાસ પોલીસ અધિકારી (એસપીઓ) માર્યા ગયા હતા.

વધુમાં તેમણે જણાવ્યું કે સૂચિબદ્ઘ આતંકવાદીઓની ઓળખ પંઝરાન પુલવામાના રહેવાસી આશિક હુસૈન ગનઇ અને અરિહાલ પુલવામા નિવાસી ઇમરાન અહેમદ ભટ્ટના રૂપમાં કરવામાં આવી છે. પ્રવકતાએ જણાવ્યું કે, બંને એસપીઓની ઓળખ ઉઠમુલ્લા શોપિયાંના મોહમ્મદ સલમાન ખાન અને તુઝાન પુલવામાના શબ્બીર અહેમદ ડારના રૂપમાં કરવામાં આવી છે.

(3:51 pm IST)