Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

સોના ચાંદીમાં તેજી :વૈશ્વિક બજારમાં ઉછાળે વધતી વેચવાલી :સ્થાનિક સ્તરે મિશ્ર માહોલ

રાજકોટ :સોના ચાંદીમાં અચાનક તેજી જોવા મળી હતી વેશ્વિક બજારમાં સોનાના ભાવમાં વધારો થતા વેચવાલીના દબાણે સ્થાનિક સ્તરે સાંકડી વધઘટે ભાવ અથડાયા કરતા હતા   સાંકડી બે-તરફી વધઘટ વચ્ચે  કિંમતી ધાતુઓમાં મિશ્ર માહોલ જોવાયો હતો વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેકસ  ઉંચો ગયાના અહેવાલે મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ ઉછળ્યા હતા.

 વિશ્વ બજારમાં સોનાના ભાવ નીચામાં  ઔંશના ૧૩૩૦.૬૦ ડોલર રહ્યા પછી  સાંજે ભાવ ૧૩૪૩.૧૦થી ૧૩૪૩.૨૦ ડોલર રહ્યા હતા  સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના નીચામાં  ૧૪.૮૨ ડોલર રહ્યા પછી  સાંજે ભાવ  ૧૪.૯૯થી ૧૫.૦૦  ડોલર હતા.  પ્લેટીનમના ભાવ સાંજે ૮૦૫.૩૦થી ૮૦૫.૪૦   ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના  ભાવ સાંજે  ૧૩૫૪.૭૦ ડોલર રહ્યા હતા.   

 મુંબઈ બજારમાં મોડી સાંજે સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના ૯૯.૫૦ના જીએસટી વગર રૂ.૩૨૭૫૦ બોલાતા થયા હતા જ્યારે  ચાંદીના ભાવ  રૂ.૩૭૧૫૦ બોલાતા થયા હતા  અમેરિકામાં  મે મહિનાનો   જોબગ્રોથ  માત્ર ૭૫ હજારનો આવતાં તથા  આ જોબગ્રોથ  અપેક્ષાથી નબળો આવતા વિશ્વ બજારમાં  મોડી સાંજે  ડોલરના ભાવ નીચા ઉતરતાં વૈશ્વિક સોનાના ભાવ મોડી સાંજે  ઉછળ્યાના સમાચાર હતા.

(11:53 am IST)