Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ચીનને ટકકર આપવા તૈયારી

આવતા મહિને ભારત કરશે પ્રથમ 'અંતરિક્ષ યુધ્ધાભ્યાસ'

નવીદિલ્હી, તા.૮: અંતરિક્ષમાં ચીનને ટક્કર આપવા માટે અને રાષ્ટ્રીય સુરક્ષાને વધારે મજબૂત કરવા માટે ભારતે તૈયારી કરી લીધી છે. ભારતે માર્ચ મહિનામાં જ એન્ટી-સેટેલાઈટ (A-Sat)મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું અને હાલમાં જ ટ્રાઈ સર્વિસ ડિફેન્સ સ્પેસ એજન્સીની પણ શરૂઆત કરી છે. હવે ભારત આવતા મહિને એટલે કે જુલાઈમાં પહેલીવાર 'અંતરિક્ષ યુદ્ઘાભ્યાસ'કરવાની યોજના બનાવી રહ્યું છે. જેનું નામ ‘IndSpaceEx’માં આવ્યું છે.

આ અભ્યાસ મૂળ રીતે એક 'ટેબલ ટોપ વોર-ગેમ' પર આધારિત રહેશે, જેમાં સેના અને વૈજ્ઞાનિક સમુદાયના બધા હિતધારકો ભાગ લેશે, પરંતુ આ તે ગંભીરતાને રેખાંકિત કરે છે, જેની સાથે ભારત ચીન જેવા દેશો સાથે પોતાની અંતરિક્ષ સંપત્ત્િ। પર શકય ખતરાઓ સામે લડવાની જરૂરિયાતો પર વિચાર કરી રહ્યું છે.

એક વરિષ્ઠ અધિકારીએ આ વિશે વાત કરતાં કહ્યું કે, 'અંતરિક્ષમાં સૈન્યકરણ થઈ રહ્યું છે, સાથે જ કોમ્પિટિશન પણ વધી રહી છે. જુલાઈના છેલ્લા અઠવાડિયામાં આયોજિત થનારા અંતરિક્ષ યુદ્ઘાઅભ્યાસ પાછળનો મુખ્ય હેતુ ભારત દ્વારા સુરક્ષા સુનિશ્યિત કરવા માટે જરૂરી અંતરિક્ષ અને કાઉન્ટર-સ્પેસ ક્ષમતાઓનો અંદાજ લગાવવાનો છે. આ આપણી રાષ્ટ્રીય સુરક્ષાનું પણ મૂલ્યાંકન કરશે'.

બીજા એક અધિકારીએ આ વિશે વાત કરતાં કહ્યું કે, 'ભારતને અંતરિક્ષમાં વિરોધીઓ પર નજર, મિસાઈલની પૂર્વ ચેતવણી અને યોગ્ય ટાર્ગેટ જેવી વસ્તુઓ લગાવવાની જરૂર છે. આનાથી આપણા સુરક્ષા દળોની વિશ્વસનીયતા વધશે અને રાષ્ટ્રીય સુરક્ષા વધારે મજબૂત થશે. આમ ‘IndSpaceEx’ આપણને અંતરિક્ષમાં પડકારોને વધારે સારી રીતે સમજવામાં મદદ કરશે જેને સંભાળવાની જરૂર છે'.

ચીને જાન્યુઆરી ૨૦૦૭માં એક હવામાન ઉપગ્રહની સામે A-Sat મિસાઈલનું પરીક્ષણ કર્યા બાદ, બંને ગતિશલની સાથે-સાથે બિન-ગતિશીલના રૂપમાં અંતરિક્ષમાં સૈન્ય ક્ષમતાઓને વિકસિત કર્યું છે. બીજી બાજુ, ચીને અંતરિક્ષમાં અમેરિકાના વર્ચસ્વને જોખમમાં નાંખનારા પોતાના મહત્વકાંક્ષી કાર્યક્રમને (દરિયામાં એક જહાજથી ૭ સેટેલાઈટ લોન્ચ કર્યા) ત્રણ દિવસ પહેલા જ લોન્ચ કર્યું છે.

ભારત લાંબા સમયથી સ્થાયી અને મજબૂતીથી અંતરિક્ષ કાર્યક્રમો આપી રહ્યું છે, તેમ છતાં ચીન, જેણે કોમ્યુનિકેશન, નેવિગેશન, પૃથ્વી અવલોકન અને અન્ય ઉપગ્રહો સાથે મળીને ૧૦૦દ્મક વધારે અંતરિક્ષ યાન મિશનને પાર પાડ્યું છે, તેની બરોબરી કરી શકયું નથી. ભારતીય સશસ્ત્ર બળ હજુ પણ બે સૈન્ય ઉપગ્રહો સિવાય નિરીક્ષણ, નેવિગેશન અને કોમ્યુનિકેશન માટે મોટાપાયે રિમોટ સેન્સિંગ ઉપગ્રહનો ઉપયોગ કરે છે.

ઉલ્લેખનીય છે કે ભારતે ત્યારે 'મિશન શકિત' અંતર્ગત એક વિશ્વસનીય કાઉન્ટર સ્પેસ ક્ષમતા વિકસાવવાની દિશામાં પહેલું પગલું ભર્યું જયારે તેણે ઓછા વજનવાળી પૃથ્વીની ભ્રમણકક્ષામાં ૨૮૩ કિમીની ઊંચાઈ પર ૭૪૦ કિલોગ્રામના માઈક્રોસોફ્ટ-આર સેટેલાઈટને નષ્ટ કરવા માટે ૧૯ ટનની ઈન્ટરસેપ્ટર મિસાઈલ (LEO)ને ૨૭ માર્ચે લોન્ચ કરી.

ડીઆરડીઓના પ્રમુખ જી. સતેષ રેડ્ડીએ પહેલા કહ્યું હતું કે, ભારત અન્ય કાઉન્ટર-સ્પેસ ક્ષમતા વિકસાવવા માટે કામ કરી રહ્યું હતું, જેમ કે DEWS,લેઝર, ઈએમપી, જેનાંથી ઈલેકટ્રોનિક હુમલાથી પોતાના સેટલાઈટની સુરક્ષા કરી શકે.(૨૨.૪)

(11:40 am IST)