Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

કોર્ટમાં મળી ખરાબ ખુરશીતો ગુસ્સે થયા સાધ્વી પ્રજ્ઞા

અદાલતમાં 'સુવિધાઓનો અભાવ છે.' ત્યાર બાદ તેમણે ખુરશી પર ઈશારો કરતા કહ્યું કે, 'આ બેસવાની ખુરશી છે. જો હું તેના પર બેસું, તો હોસ્પિટલ પહોંચી જઈશ'

મુંબઈ, તા.૮: ભોપાલ બેઠક પરથી ભાજપના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરને ૨૦૦૮ માલેગાંવ બ્લાસ્ટના કેસમાં સુનાવણી દરમિયાન એનઆઈએની વિશેષ અદાલતમાં શુક્રવારે લગભગ અઢી કલાક સુધી ઊભા રહેવું પડ્યું. ભોપાલ લોકસભા બેઠક જીત્યા બાદ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી ઠાકુર પહેલી વખત અદાલતમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન ખુરશી ગંદી અને અદાલતની સફાઈ વ્યવસ્થાને ખરાબ ગણાવતા ઠાકુરે બેસવાની ના પાડી દીધી. ઉલ્લેખનીય છે કે સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરને મેડિકલ ગ્રાઉન્ડ પર હાઈકોર્ટમાંથી જામીન મળેલા છે.

શુક્રવારે સવારે સુનાવણીની શરૂઆતમાં વિશેષ ન્યાયાધીશ વીએસ પડાલકરે પ્રજ્ઞા સિંહ ઠાકુરને કોર્ટમાં આરોપીઓ માટે બનાવેલી જગ્યા પર બેસવા માટે કહ્યું. ઠાકુર બેસે તે પહેલા તેમના એક સહયોગીએ લાલ મખમલનું કપડું તેના પર પાથરી દીધું. આ દરમિયાન તેમના સહ આરોપી સુધારક દ્વિવેદી અને સમીર કુલકર્ણી સાથે બેઠા હતા. પાછળથી જયારે ન્યાયાધીશે તેમને કઠેડા(વિટનેસ બોકસ)માં બોલાવ્યા અને પુછ્યું કે શું તેમને ખુરશી જોઈએ છે, તો ઠાકુરે કહ્યું કે તેઓ બારીના સહારે ઊભા રહેવાનું પસંદ કરશે.

આ દરમિયાન લગભગ ૧૫ મિનિટ પછી લંચ માટે થોડા સમય માટે સુનાવણી રોકવામાં આવી હતી. ત્યાર બાદ ફરી કાર્યવાહી શરૂ કરી તો ન્યાયાધીશે ફરી પુછ્યું, શ્નહું માનવીય આધાર પર પુછી રહ્યો છું કે શું તમે બેસવા માંગો છો કે ઊભા રહેશો?લૃ ઠાકુરે કહ્યું કે તેમને ગળામાં ઈન્ફેકશન છે જેના કારણે સાંભળવામાં મુશ્કેલી છે. ત્યાર બાદ ન્યાયાધીશે એવું કહેતા કઠેડા પાસે એક ખુરશી મુકવાનો આદેશ આપ્યો અને કહ્યું કે જો તેઓ ઈચ્છે તો બેસી શકે છે. જોકે, ઠાકુર અઢી કલાક સુધી ઊભા રહ્યા હતા.

સુનાવણી પૂર્ણ થયા બાદ અને ન્યાયાધીશના ગયા બાદ ઠાકુરે કહ્યું કે અદાલતમાં 'સુવિધાઓનો અભાવ છે.' ત્યાર બાદ તેમણે ખુરશી પર ઈશારો કરતા કહ્યું કે, 'આ બેસવાની ખુરશી છે. જો હું તેના પર બેસું, તો હોસ્પિટલ પહોંચી જઈશ.'

(11:20 am IST)