Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

'' હમ ભી કુછ કમ નહીં' જાત મહેનતથી આગળ આવેલી અમેરિકાની સૌથી વધુ શ્રીમંત ૮૦ મહિલાઓમાં ભારતીય મૂળની ૩ મહિલાઓઃ ફોર્બ્સ મેગેઝીનએ જાહેર કરેલી ર૦૧૯ ની સાલની યાદીમાં સુશ્રી જયશ્રી ઉલાલ સુશ્રી નિરજા શેઠી, તથા સુશ્રી નેહા નરખેડે અનુક્રમે ૧૮, ર૩ તથા ૬૦ મા ક્રમે

ન્યુયોર્કઃ વિશ્વ વિખ્યાત ફોર્બ્સ મેગેઝીનએ અમેરિકાની ર૦૧૯ ની સાલની રિચેસ્ટ સેલ્ફ મેઇડ વુમન નુ લીસ્ટ જાહેર કર્યુ છે. જેમાં ભારતીય મૂળની  ૩ મહિલાઓએ સ્થાન મેળવ્યુંછે.

 ર૧ વર્ષથી ૯ર વર્ષ સુધીની ઉંમર ધરાવતી આ ૮૦ મહિલાઓમાં ભારતીય મુળના પ૮ વર્ષીય મહિલા સુશ્રી જયશ્રી ઉલાલ  ૯૬૬૦ કરોડ રૂપિયાની સંપતિ સાથે ૧૮ મુ સ્થાન ધરાવે છે તથા ૬૪ વર્ષીય સુશ્રી નિરજા શેઠી ૬૯૦૦ કરોડ રુપિયાની સંપતિ સાથે ર૩ મું સ્થાન તથા ૩૪ વર્ષીય સુશ્રી નેહા નરખેડે ર૪૮૪ કરોડ રૂપીયાની સંંપતિ સાથે ૬૦ મું સ્થાન ધરાવે છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:47 pm IST)