Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

બ્રિટનમાં મહિલા ઉપર બળાત્કાર કરી ભારત ભાગી જનાર યુવાનને 7 વર્ષની જેલ : કારમાં લિફ્ટ આપી એકાંત સ્થળે લઇ જઈ 30 વર્ષીય યુવતી ઉપર બળાત્કાર કર્યાનો આરોપ પુરવાર

લંડન : લંડનમાં એક 30 વર્ષીય યુવતીને વિશ્વાસમાં લઇ કારમાં લિફ્ટ આપી બળાત્કાર ગુજારનાર ભારતીય મૂળના 35 વર્ષીય યુવાન અજય રાણા ઉપરનો આરોપ પુરવાર થતા તેને બ્રિટન કોર્ટએ 7 વર્ષની જેલસજા ફરમાવી છે.

 9 ડિસેમ્બર 2017 ના રોજ બનેલી ઘટના મુજબ રાત્રીના સમયે ખુબ ઠંડી હોવાથી પોતાની કારમાં બેસી જવા લલચાવી વિશ્વાસમાં લઇ ભારતીય મૂળના યુવાનએ 30 વર્ષીય યુવતીને  નિર્જન સ્થળે લઇ જઈ તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.બાદમાં 13 ડિસેમ્બરના રોજ પોતાની માતા ખુબ બીમાર છે તેવું કારણ આપી તે ભારત આવતો રહ્યો હતો.દરમિયાન કોર્ટ કેસ ચાલતા આરોપ પુરવાર થતા તેને ઉપરોક્ત સજા ફરમાવાઈ હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:25 pm IST)