Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

એકથી વધુ ઘર છે ? ટેક્ષમાં મળી મોટી રાહત

મુંબઈઃ ઈન્કમટેક્ષ એપેલેટ ટ્રીબ્યુનલની મુંબઈ બેંચે કરદાતાઓએ અધિકારને યથાવત રાખેલ છે જે હેઠળ તેઓ પોતાની કોઈપણ હાઉસ પ્રોપર્ટીને પોતાનું પ્રાઈવેટ, અંગત, સેલ્ફ ઓકયુપાઈડ ઘર ગણાવી શકે છેઃ ટ્રીબ્યુનલે ફેંસલામાં કહ્યુ છે કે કરદાતાને અધિકાર છે કે તે પોતાની કોઈપણ પ્રોપર્ટીને સેલ્ફ ઓકયુપાઈડ જાહેર કરી શકે છેઃ તેના પર તેણે કોઈ ટેક્ષ આપવાનો રહેતો નથીઃ એટલું જ નહિ તેના પર મળતુ ભાડુ પણ ટેક્ષના દાયરામાંથી બહાર રહેશેઃ જો કોઈ કરદાતા પોતાના રિટર્નમાં પોતાની કોઈ હાઉસ પ્રોપર્ટીને સેલ્ફ ઓકયુપાઈડ આવાસ જાહેર કરી શકે છે અને વાસ્તવિક ટેક્ષ એસેસમેન્ટ દરમ્યાન તેને બદલી નાખે તો એ તેનો અધિકાર રહેશેઃ ભલે બાદમાં સામેલ થયેલી પ્રોપર્ટી પોશ વિસ્તારમાં કેમ ન હોયઃ તેને કરદાતાને ટેક્ષ ઘટાડવામાં મદદ મળશેઃ આઈટી એકટ હેઠળ જો કોઈ વ્યકિતના નામે એકથી વધુ પ્રોપર્ટી હોય તો તે કોઈપણ એક આવાસને સેલ્ફ ઓકયુપાઈડ કે અંગત આવાસ જણાવી શકે છે અને તેની કોઈ વાર્ષિક વેલ્યુ નહિ ગણાયઃ આવી પ્રોપર્ટીથી અલગ સંમત્તિને કરદાતાએ ભાડે ન આપી હોય તો પણ તેના પર અનુમાનિત રેન્ટની ગણતરી થશે અને ટેક્ષ લાગુ થશેઃ જો કે આવી સંપત્તિ પર મ્યુ.  ટેક્ષ ઘટાડાશેઃ આ સિવાય તેના પર ૩૦ ટકાનું સ્ટાન્ડર્ડ ડીડકશન પર લાગુ થશે અને બાકી બચી રકમ પર ટેક્ષ દેવો પડશે

(3:42 pm IST)