Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

શારજાહમાં કઢીપત્તાંના ૪૯૧૪ રોપા વહેંચવાનો રેકોર્ડ બનાવ્યો ભારતીય ખેડુતે

શારજાહ તા.૮: મુળે કેરલના સુધીશ ગુરુવાયૂર નામના ખેડુતે શારજાહમાં ઓર્ગેનિક કઢીપત્તાંનાં સેપ્લિંગ્સ વહેંચવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડેના દિવસે તેણે યુનાઇટેડ આર અમીરાતમાં ગ્રીનરી ફેલાય એ હેતુથી પોતાના ફાર્મમાં કઢીપત્તાંનાં રોપા તૈયારી કર્યા હતા અને શારજાહ ઇન્ડિયન હાઇ સ્કૂલનાં વિદ્યાર્થીઓને વહેચ્યા હતા.

આ પહેલાં દુબઇના ગુરુનાનક દરબાર ગુરુદ્વારાએ ત્રણ જાતના વૃક્ષોના કુલ ૨,૦૮૩ રોપા વહેંચીને રેકોર્ડ બનાવેલો. સુધીશે એ વિક્રમ બમણા માર્જિનથી તોડયો હતો.

(3:32 pm IST)