Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

ઉતર પ્રદેશના પ્રધાનનો બફાટઃ તમામ જાતિના નેતાઓને છ-છ મહિના માટે મુખ્ય પ્રધાન બનાવો

નવી દિલ્હી તા ૮ : વિવાદાસ્પદ નિવેદનો ને કારણે હંમેશા ચર્ચામાં રહેનારા ઉતર પ્રદેેશના કેબિનેટ પ્રધાન ઓમ પ્રકાશ રાજભરે જાતિવાદને લઇને વધુ એક નિવેદન કર્યુ છે. કેશવપ્રસાદ મોર્યને બદલે યોગી આદિત્યનાથ ને ઉતર પ્રદેશના મુખ્ય પ્રધાન બનાવવા સબંધે ઓમ પ્રકાશ રાજભરે અલાહબાદમાં ગઇ કાલે કહ્યું કે 'દેશમાં જાતિ આધારીત રાજકારણ એ એક વાસ્તવિકતા છે અને એને નકારી શકાય એમ નથી. દરેક જાતિની વ્યકિતને સતામાં આવવાનો મુખ્ય પ્રધાન બનવાનો મોકો મળવો જોઇએ'.

રાજભરને જયારે પુછવામાં આવ્યું કે શું તેઓ યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાનપદે જોવા નથી ઇચ્છતા ? ત્યારે તેમણે કહ્યું હતુ કે ' જયારે બહુજન સમાજ પાર્ટી નાં સુપ્રીમો માયાવતી છ મહિના માટે મુખ્ય પ્રધાન બની શકે છે તો છ-છ મહિના માટેતમામ જાતીના નેતાઓને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તો શું ખોટુ છે ? આ રીતે પાંચ વર્ષમાં ૧૦ જણ મુખ્ય પ્રધાન બની જશે.

(3:32 pm IST)