Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

નોકરી પરથી કાઢી મૂકયો એટલે કંપનીના એચ.આર. હેડને ગોળી મારી

ગુડગાંવ તા ૮ : નોકરી પરથી કાઢી મુકવામાં આવતા એક વ્યકિતને એટલો બધો ગુસ્સો આવ્યો કે ગઇ કાલે તેણે કંપનીના ઐચ.આર. હેડ પર ગોળી ચલાવી હતી. ઘટના હરિયાણાના ગુડગાંવની છે, જયારેં જાપાનની મિત્સુબીશી કંપનીના એચ.આર. હેડ દિનેશ શર્મા પર એક વ્યકિતએ તેના સાથી સાથે મળીને હુમલો કર્યો હતો.

ગુડગાંવ પોલીસે જણાવ્યું હતું કે ' ગઇકાલે સવારે નવ વાગ્યે દિનેશ શર્મા તેમની કારમાં માનેસ્થિત ઓફીસે જઇ રહ્યા હતા ત્યાર. બે બાઇકસવારોએ બંદુકની અણીએ કાર રોકવાની કોશિશ કરી હતી. જોખમ પારખીન ે દિનેશ શર્માએ ગાડી રોકવાને બદલે બમણી સ્પીડે ભગાવી દેતાં બાઇકની પાછળની સીટ પર બેઠેલા હુમલાખોરે દિનેશ શર્મા પર ગોળી ચલાવી હતી.' એક આરોપીની ઓળખ જોૈગિન્દર તરીક. કરવામાં આવી છ ે,ઘટનાસ્થળ પરથી ફરાર થઇ ગયો હતો, દિનેશ શર્માને બે ગોળીઓ વાગી છે. હવે તેમની તબીયત સુધારા પર છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે  'દિનેશે જોગિન્દરને તેના ગેરજવાબદાર વર્તનને કારણે નોકરીમાંથી કાઢી મુકયો હતો. ઓફિસમાંથી જતી વખતે જ જોગિન્દરે દિનેશ શર્માને આ ઘટનાનું પરિણામ ભોગવવાની ધમકી આપી હતી.'

(3:31 pm IST)
  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST

  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST

  • કર્ણાટકનો દરિયાકાંઠો અને કેરળમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ૩૦ કલાકમાં ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહીના પગલે નજીકના શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યા છે access_time 4:03 pm IST