Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

સંસદસભ્ય તરીકે ડિસ્કવોલિફાય થયેલા શરદ યાદવને વેતન-ભથ્થા નહીં મળે

નવી દિલ્હી તા.૮: રાજયસભાના અધ્યક્ષ દ્વારા સંસદસભ્ય તરીકે અગોગ્ય ઠરાવવામાં આવેલા જેડી(યુ) ના ભુતપુર્વ અધ્યક્ષ શરદ યાદવ સંસદસભ્ય તરીકે વેતન, ભથ્થાં કે અન્ય સુવિધાઓ મેળવી નહીં શકે એમ સુપ્રિમ કોર્ટે ગઇ કાલે જણાવ્યું હતું. ગવા વર્ષે દિલ્હી હાઇ કોર્ટે એક આદેશ  દ્વારા શરદ યાદવને તેમના સંસદસભ્ય તરીકે મળતા વેતન, ભથ્થાં કે અન્ય સુવિધાઓ મેળવવાની મંજુરી આપી હતી. જોકે સુપ્રિમ કોર્ટની વેકેશન બેન્ચે શરદ યાદવને તેમના સત્તાવાર નિવાસસ્થાન તરીકે મળેલા બંગલામાં રહેવાની પરવાનગી આપતા ૧૫ ડિસેમ્બરના આદેશને કાયમ રાખ્યો હતો. દિલ્હી હાઇ કોર્ટના વચગાળાના આદેશને જેડી(યુ) ના રાજયસભાના સંસદસભ્ય એમ.પી. રામચંદ્રે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો.

(3:31 pm IST)