Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

કર્ણાટક : 'રોટેશન પ્લાન'થી સંતુષ્ટ કાર્યકર્તાઓને સંતુષ્ટ કરશે કોંગ્રેસ!

મંત્રીઓનો કાર્યકાળ બે વર્ષના રોટેશનના બેઝિસ પર હશે

બેગ્લુરૂ તા. ૮ :  કર્ણાટકમાં કુમારસ્વામી સરકારમાં પોતાના મંત્રિઓને કોંગ્રેસ બે વર્ષ પછી નવા ચહેરાને રિપ્લેસ કરશે જેથી વેઈટિંગમાં ઉભેલા અન્ય લોકોને તક મળી શકે. એટલું જ નહીં, કોંગ્રેસ પોતાની નોન પરફોર્મન્સને છમાસમાં થનારા એસેસમેન્ટના આધારે પહેલા પણ પદ પરથી હટાવી શકે છે. કોંગ્રેસ આ 'રોટેશન પ્લાન' દ્વારા સંદેશ પણ આપશે કે તે વેઈટિંગ લાઈનમાં ઉભેલા અને અસંતુષ્ટ કાર્યકતાઓ માટે પ્રતિબદ્ઘ છે.

કેપીસીસી એટલે કે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટ જી પરમેશ્વરે જણાવ્યું કે પહેલા સિદ્ઘારમૈયા સરકારમાં પરફોર્મન્સ એસેસમેન્ટની જાહેરાત કરાઈ હતી પણ તે સંપૂર્ણ રીતે આકાર નહોતું લઈ શકયું.

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી અને કર્ણાટક પ્રભારી કેસી વેણુગોપાલે જણાવ્યું કે આ ત્રણ મંત્રીઓને હટાવવાના છે અને કોને લાવવાના છે, 'હાલના કેબિનેટને અંતિમ કેબિનેટ માનીને ન ચાલવું જોઈએ. મંત્રીના પરફોર્મન્સ દર ૬ મહિને રિવ્યૂ થશે અને જે પણ પોતાનો ટાર્ગેટ પૂર્ણ નહીં કરે શકે, તેમને હટાવવામાં આવશે. હાલ, પહેલી વખત એમએલે બનેલા કોઈ વ્યકિતને કેબિનેટમાં જગ્યા નથી અપાઈ. મંત્રીઓનો કાર્યકાળ બે વર્ષના રોટેશનના બેઝિસ પર હશે.'

કેપીસીસીના કાર્યકારી વડા દિનેશ ગુંડૂ રાવે કહ્યું કે, બે વર્ષ પછી થનારા મંત્રીઓના ફેરબદલ પછી નવા મંત્રીઓનો કાર્યકાળ ત્રણ વર્ષ રહેશે. જોકે, તેમાં સારું પરફોર્મન્સ નહીં કરનારાઓને છ માસમાં એસેસમેન્ટના આધારે બહારનો રસ્તો બતાવી દેવામાં આવશે.

જણાવી દઈએ કે કેબિનેટમાં જગ્યા મેળવવા માટે કોંગ્રેસના કેટલાક સભ્યોને વેણુગોપાલ અને પરમેશ્વરા પર યોગ્ય નિર્ણય લેવાના મામલે ફેલ ગણાવ્યા હતા. એક સૂત્રએ જણાવ્યું કે જે લોકો પાર્ટી નેતૃત્વની સામે બોલી રહ્યા છે તેમને ભવિષ્યમાં મંત્રી નહીં બનાવવામાં આવે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેંગ્લુરુમાં ગુરુવારે થયેલી એક બેઠકમાં કોંગ્રેસના કેટલાક નેતા નારાજ હતા. તેમનું માનવું છે કે પાર્ટીને રાજયમાં મજબૂત કરવા છતાં તેમને મંત્રી પદ આપવામાં નથી આવ્યું.

(12:40 pm IST)