Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

જેનો ડર હતો તે બધુ શરૂ થઈ ગયું: પ્રણવની પુત્રી શર્મિષ્ઠાનો દાવો

સોશ્યલ મીડીયા પર પ્રણવની સેલ્યુટ કરતી ફેક તસ્વીર જારી થતા જ શર્મિષ્ઠા લાલઘુમઃ મેં પિતાને ચેતવ્યા હતા કે ભાજપની ચાલબાજીથી દૂર રહોઃ મારો ડર સાચો પડયો

નવી દિલ્હી, તા. ૮ :. નાગપુરમાં પ્રવચનના થોડા કલાકો બાદ જ સોશ્યલ મીડીયા ઉપર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સંઘના નેતાઓની જેમ સેલ્યુટ કરતી તસ્વીર જારી થઈ ગઈ હતી. પ્રણવની પુત્રી શર્મિષ્ઠાએ આને ભાજપની કરતુત ગણાવી છે. તેણે કહ્યુ છે કે જુઓ મને જેનો ડર હતો અને આના માટે મેં મારા પિતાને ચેતવ્યા હતા તે બધુ જ થઈ રહ્યુ છે. હજુ થોડા કલાકો પણ નથી થયા અને ભાજપ-સંઘના ડર્ટી ટ્રીકસ વિભાગે જોરશોરથી કામ શરૂ કરી દીધુ છે. ગઈકાલે યોજાયેલા કાર્યક્રમમાં ન જવા પ્રણવ મુખર્જીની પુત્રીએ તેમણે કહ્યુ હતુ. તેણીએ કહ્યુ હતુ કે, સંઘના હેડ કવાર્ટરમાં તેમનુ સંબોધન ભુલી જવાશે પરંતુ તેમની સાથે જોડાયેલી તસ્વીરો રહેશે. તેણીએ કહ્યુ હતુ કે, સંઘનું આમંત્રણ સ્વીકાર કરી પૂર્વ રાષ્ટ્રપતિએ ભાજપ અને સંઘના ખોટા વિચારોને આગળ વધવાની તક આપી છે.

શર્મિષ્ઠાએ ટ્વીટ કરી કહ્યુ હતુ કે પૂર્વ રાષ્ટ્રપતિ સમજી જશે કે ભાજપની ગંદી ચાલબાજી કેવી રીતે કામ કરે છે ? સંઘ કદી નહી માને કે પ્રણવના ભાષણમાં તમે તેમના વિચારોની સરાહના કરી રહ્યા છો.(૨-૩)

(11:33 am IST)
  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST

  • શનિવારે પેટ્રોલમાં લીટરે 40 પૈસા અને ડીઝલમાં 40થી 45 પૈસાનો મોટો ઘટાડો થવાની શકયતા:સતત 11માં દિવસે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટશે:અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો થશે :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,33 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,42 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 11:25 pm IST

  • કર્ણાટક કેબિનેટઃ કોંગ્રેસના અસંતુષ્ટો ભાજપ સાથે હાથ મિલાવે તેવી શકયતાઃ પક્ષ છોડવા કેટલાકે મન બનાવ્યુઃ વાતચીત શરૃઃ મંત્રી નહિ બનાવતા અનેક કોંગી ધારાસભ્યો નારાજ છે access_time 11:24 am IST