Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

સતત ૧૦મા વર્ષે પણ ન વધ્યો મુકેશ અંબાણીનો પગાર

વર્ષે મહેનતાણુ ૧૫ કરોડ યથાવત રાખ્યું

મુંબઇ તા. ૮ : દેશના સૌથી ધનવાન વ્યકિત મુકેશ અંબાણીને તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી સતત ૧૦માં ૧૫ કરોડ રૂપિયા પગાર મળ્યો છે. અંબાણીએ સ્વૈચ્છાથી છેલ્લા ૧૦ વર્ષથી પગારમાં કોઈ વધારો લીધો નથી. અંબાણીએ ૨૦૦૮-૦૯માં પોતાનો પગાર, અન્ય લાભ, ભથ્થા, કમિશનને રૂપે ૧૫ કરોડ રૂપિયા નક્કી કર્યા છે. અગાઉ તેમનું વાર્ષિક પેકેજ આશરે ૨૪ કરોડ રૂપિયા હતું. બીજી તરફ ૩૧ માર્ચ ૨૦૧૮ના રોજ પૂરા થયેલા ફાયનાન્શિયલ યરમાં તેમના સંબંધી નિખિલ અને હિતલ સહિતના પૂર્ણકાલિન નિર્દેશકોના પગારમાં સારી એવી વૃદ્ઘિ થઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વાર્ષિક રિપોર્ટમાં કહ્યું કે, 'ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મુકેશ ડી અંબાણીનું મેહનતાણું ૧૫ કરોડ રૂપિયા નક્કી કરાયેલું છે. આ મેહનતાણા બાબતે ધીરજ રાખવાની વ્યકિતગત ઉદાહરણ આપવાની તેમની ઈચ્છાને પ્રતિબંધિત કરે છે.'૨૦૧૭-૧૮માં તેમના મેહનતાણા ૪.૪૯ કરોડ રૂપિયામાં પગાર અને ભથ્થા શામેલ છે. ૨૦૧૬-૧૭માં આ રકમ ૪.૧૬ કરોડ રૂપિયા હતી. જોકે, તેમનું કમિશન ૯.૫૩ કરોડ રૂપિયા યથાવત છે. બીજી તરફ અન્ય સુવિધાઓ માટે આપવામાં આવતી રકમ ૬૦ લાખ રૂપિયાથી ઘટાડી ૨૭ લાખ રૂપિયા કરી દેવાઈ છે. ઘ્ચ્બ્ના વેતનને પ્રોપેન્સિટી સ્તરે રાખવા અંગે ચાલતા વિવાદ વચ્ચે અંબાણીએ સ્વેચ્છાથી ઓકટોબર ૨૦૦૯માં પોતાના પગારની મર્યાદા બાંધી હતી. બીજી બાજુ અન્ય કર્મચારીઓના પગારમાં સારો એવો વધારો થયો.

અંબાણીના સંબંધી નિખિલ આર મેસવાની અને હિતલ આર મેસવાનીના વાર્ષિક પગાર ૨૦૧૭-૧૮માં વધીને ૧૯.૯૯-૧૯.૯૯ કરોડ રૂપિયાએ પહોંચી ગયા છે જે ૨૦૧૬-૧૭માં ૧૬.૮૫-૧૬.૮૫ કરોડ રૂપિયા હતા. અગાઉ ૨૦૧૫-૧૬માં નિખિલને ૧૪.૪૨ અને હિતલને ૧૪.૪૧ કરોડ રૂપિયા પગાર મળ્યો હતો. ૨૦૧૪-૧૫માં બંનેનો પગાર ૧૨.૦૩ કરોડ રૂપિયા હતો. તેમના મુખ્ય કાર્યકારીઓમાંથી એક ભ્પ્લ્ પ્રસાદ (એકિઝકયૂટિવ ડિરેકટર)નો પગાર ૨૦૧૭-૧૮માં ૮.૯૯ કરોડ રહ્યો, જે ૨૦૧૬-૧૭માં ૭.૮૭ કરોડ રૂપિયા હતો.(૨૧.૩)

(11:32 am IST)