Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

મોદી ચીન જાય છે : કાલે જિનપીંગ સાથે કરશે મંત્રણા

નવી દિલ્હી તા. ૮ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી એસસીઓ શિખર પરિષદમાં હાજરી આપવા જશે ત્યારે શનિવારે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિ-પક્ષી મંત્રણા કરશે.

એક મહિનો પહેલાં વુ હાનમાં બંને મહાનુભાવો વચ્ચે થયેલી અનૌપચારિક શિખર પરિષદમાં લેવામાં આવેલા નિર્ણયની અમલ બજાવણી અંગે બંને નેતા વાતચીત કરશે.

એસસીઓના સભ્ય દેશના નેતાઓ સાથે મોદી દ્વિપક્ષી મંત્રણા કરશે. તેમ છતાં એસસીઓમાં હાજરી આપવા ચીનની મુલાકાત લેનારા પાકિસ્તાનના પ્રમુખ મામ્નૂન હુસેન અને મોદી વચ્ચે કોઈ વાતચીત થશે કે કેમ એ વિશે સત્તાવારપણે કશું જણાવાયું નથી.પ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષી મંત્રણા ૯મી જૂને યોજાશે જયારે બીજા દેશોના વડાઓ સાથે કિવગંડોહમાં એસસીઓની શિખર પરિષદની સાથે મોદીજી મંત્રણા કરશે, એમ વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશ કુમારે પત્રકારોને ટૂંકી માહિતી આપતાં જણાવ્યું હતું.

(11:11 am IST)