Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

હવે બેન્ક લોન લેનાર ગ્રાહકને આપશે નવું યુનિક આઈડી :આધારની જરૂર નહીં પડે

યુનિક આઇડી જનરેટ થવાથી લોન લેનારનો સંપૂર્ણ ડેટા બેંક પાસે રહેશે.

નવી દિલ્હી:હવે બેન્ક લોન લેનારને નવું યુનિક આઈડી આપવા તૈયારી થઇ રહી છે મળેલી માહિતી પ્રમાણે રિઝર્વ બેન્ક આગામી દિવસોમાં નવી સિસ્ટમની જાહેરાત કરશે  બેંક ગ્રાહક હવે  લોન આપતી વખતે યુનિક આઇડી આપશે જેમાં ગ્રાહકની તમામ જાણકારી રજિસ્ટર્ડ હશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિ્યાએ બેંકોને યુનિક કસ્ટમર આઇડેન્ટિફિકેશન કોડ (UCIC) સિસ્ટમ અુપનાવાનું કહ્યું છે જેના કારણે નાણાંકીય લેવડદેવડ ઝડપી બનશે

  ગ્રાહકોનું યુનિક આઇડી જનરેટ થવાથી લોન લેનારનો સંપૂર્ણ ડેટા બેંક પાસે રહેશે. વ્યવસ્થાથી ગ્રાહકોને પણ ફાયદો થશે. ગ્રાહકે અલગઅલગ બેંકને લોન લેતી વખતે નવેસરથી વિગતો નહીં આપવી પડે. ભારતની કેટલીક બેંકોએ UCIC સિસ્ટમ અપનાવી લીધી છે. જોકે અત્યાર સુધી મોટાભાગની બેંકોએ કોઈ ગ્રાહકનું યુનિક આઇડી નથી બનાવ્યું

  યુનિક આઇડી કોઈ ઓળખપત્રની જેમ કામ કરશે. આના કારણે ગ્રાહકની જાણકારી મેળવવામાં સમય નહીં લાગે અને ક્રેડિટ હિસ્ટ્રીના આધારે લોન મળી શકશે. હકીકતમાં બેંક સાથે થનારા ફ્રોડથી બચવા માટે RBI પગલું ઉઠાવી શકે છે કારણ કે અત્યાર સુધી કેવાયસી માટે જે દસ્તાવેજ જમા કરવાના હોય છે ગ્રાહક પોતે જમા કરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકોએ એવા ફ્રોડના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જેમાં ગ્રાહકોએ ખોટી માહિતી આપી છે.

(9:05 am IST)