Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

રસોડામાં રાખેલા ગૅસ-સિલિન્ડર પર મળે છે વીમા -કવચ ; મોટાભાગમાં લોકોં પાસે માહિતીનો અભાવ : જાણો ફટાફટ

ગૅસ-સિલિન્ડર પર મળી રહેલા ઇન્સ્યોરન્સનું કવચ 40થી 50 લાખ સુધીનું હોય છે

નવી દિલ્હી:મોટાભાગે અંગત વીમા, ઘરના વીમા, દુકાનના વીમા અથવા ફોનના વીમા વિશે જાણવા મળે છે પરંતુ કદાચ ખબર હશે કે તમારા ઘરમાં રાખેલા ગૅસ-સિલિન્ડર પર પણ વીમાની સુવિધા મળે છે. માહિતીથી અજાણ હોવાને કારણે ઘણા લોકો આનો લાભ લેતા નથી.

  ગૅસ-સિલિન્ડર પર મળી રહેલા ઇન્સ્યોરન્સનું કવચ 40થી 50 લાખ સુધીનું હોય છે. બધા રજિસ્ટર્ડ ગ્રાહકોને રજિસ્ટર નિવાસસ્થાને ગૅસ-સિલિન્ડરને કારણે દુર્ઘટનામાં વીમા-સુરક્ષાની સુવિધા અપાય છે કુટુંબના તમામ સભ્યો વીમા-કવચમાં આવી જાય છે. ઉપરાંત એલપીજી વિતરકોને થર્ડ પાર્ટી લાયેબિલિટી ઇન્સ્યોરન્સની સુવિધા મળે છે. મોતની ઘટનામાં કુટુંબના સભ્યો અદાલતમાં વળતર મેળવવા માટે દાવો કરી શકે છે. અદાલત પીડિતની ઉંમર, તેનો પગાર-આવક અને અન્ય પરિસ્થિતિઓના આધાર પર વળતર નક્કી કરે છે.

   ઘરમાં ગૅસ-સિલિન્ડરનો ઉપયોગ કરતી વખતે કોઈ કારણોસર કોઈ ઘટના બની જાય તો એની માહિતી સૌપ્રથમ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવાની હોય છે.તમારે આની માહિતી વિતરણકર્તાઓને 5 દિવસની અંદર આપવાની હોય છેત્યાર બાદ ડિસ્ટ્રિબ્યુટર- ઓઇલ કંપનીઓ અને ઇન્સ્યોરરને આની માહિતી આપવી પડે છે. અકસ્માતમાં મૃત્યુ પામ્યા પછી જરૂરી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવાનું હોય છે. ત્યાર બાદ મામલો ક્ષેત્રીય કાર્યાલય અને પછી ક્ષેત્રીય કાર્યાલય વીમાં કંપનીને સોંપી દેવામાં આવે છે.

 ઘરમાં ઉપયોગ કરવામાં આવેલું ગૅસ-કનેક્શન કાયદેસરનું હોવું જોઈએ, એની સાથે સાથે આઇએસઆઇ માર્ક ગૅસ ચુલો હોવો જોઈએ. ગૅસ-કનેક્શનમાં એજન્સીથી મળેલાં પાઇપ અને રેગ્યુલેટરનો ઉપયોગ કરેલો હોવો જોઈએ. ગૅસ વાપરવાની જગ્યા પર વીજળીનો ખુલ્લુો તાર હોવો જોઈએ. યુલો અને ગૅસ-સિલિન્ડર રાખવાનું સ્થાન ઊંચું હોવું જોઈએ છે.

  સંસ્થા ભારતીય સેનાના સર્વોચ્ચ માપદંડો પ્રમાણે સેનાધિકારીઓની માનવ સંપદાના ઘડતરનું પાયાનું કામ કરે છે અને અત્રે ઘડતર પામેલા સૈનિક અધિકારીઓ ભારતીય સેના માટે કરોડરજ્જુ સમાન પુરવાર થયા છે.

  યજ્ઞના પિતા ભરતકુમાર પાઠક કલેકટર કચેરી, વડોદરા ખાતે નાયબ હિસાબનીશ તરીકે કાર્યરત છે અને તેના માતા ડિમ્પલબહેન પાઠક વ્યવસાયે શિક્ષિકા છે. ભરતભાઇ જણાવે છે કે બાળપણથી સૈનિક કારકિર્દીનું આકર્ષણ ધરાવતો યજ્ઞ સન ૨૦૧૬માં જામનગર જિલ્લાના બાલાચડી ખાતેની સૈનિક સ્કુલમાં પ્રવેશ માટે પસંદ થયો હતો અને ૬ઠા ધોરણમાં જોડાયો હતો. તેનું ધ્યેય આરઆઇએમસી માટે પસંદ થવાનું હતું. સન ૨૦૧૮ના એપ્રિલમાં તેની પ્રવેશ પરીક્ષા, પછી પર્સનલ ઇન્ટરવ્યુ અને તબીબી ચકાસણીના કોઠાઓ ભેદીને તે હવે કેડેટ તરીકે જોડાવા માટે અંતિમ પસંદગી પામ્યો છે.

  સંસ્થામાં દેશના પ્રત્યેક રાજ્યમાંથી માત્ર એક કિશોરની પસંદગી કરવામાં આવે છે. પાઠક જણાવે છે કે, ગુજરાતની સીટ પર યજ્ઞની પસંદગીનું માતાપિતા તરીકે અમે અદકેરૂ ગૌરવ અનુભવીએ છે. ઉલ્લેખનીય છે કે સંસ્થા દેશ માટે જાંબાઝ કમાન્ડો તૈયાર કરવાનુ પણ કામ કરે છે. યજ્ઞ પાઠક જણાવે છે કે રીમ્સમાં પ્રવેશ મારે માટે સ્વપ્ન સાકાર થયું જેવી ઘટના છે. સન ૧૯૨૨માં સ્થપાયેલી સંસ્થા ઉચ્ચ ગુણવત્તાવાળી લશ્કરી તાલીમ સહ શિક્ષણ માટે ખ્યાતનામ છે. તેમાં પ્રવેશ મેળવવા માટે હું આજીવન ગૌરવની લાગણી અનુભવીશ.

(12:00 am IST)
  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST

  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST

  • કર્ણાટકનો દરિયાકાંઠો અને કેરળમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ૩૦ કલાકમાં ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહીના પગલે નજીકના શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યા છે access_time 4:03 pm IST