Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં એનસીબીએ વધુ એક જણાની ધરપકડ કરી

બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત પર એનસીબીની કાર્યવાહી સતત ચાલુ : ગોવાથી હેમલ શાહ નામના ડ્રગ્સ તસ્કરની ધરપકડ કરાઈ

મુંબઈ, તા.   : બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ પ્રકરણે એનસીબીની કાર્યવાહી સતત ચાલુ છે. સુશાંતના મૃત્ય પ્રકરણે ડ્રગ્સ એન્ગલ બહાર આવતા એનસીબીએ તપાસ આરંભી છે. હવે પ્રકરણે એનસીબીએ વધુ એક જણની ધરપકડ કરી છે.

એનસીબીએ ગોવાથી હેમલ શાહ નામના ડ્રગ્સ તસ્કરની ધરપકડ કરી છે. એનસીબીએ શાહની ધરપકડ કરી તેને મુંબઈ લાવવામાં આવ્યો છે. પહેલાં સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બહાર આવેલા ડ્રગ્સ પ્રકરણે એનસીબીએ અનેક ડ્રગ્સ તસ્કરોની ધરપકડ કરી હતી.

હેમલ શાહની ધરપકડ બાદ સુશાંત સિંહના મૃત્યુ પ્રકરણે અનેક નવા ખુલાસા થશે તેવું માનવામાં આવે છે. પહેલાં સુશાંતના રહસ્યમય મૃત્યુ બાદ ડ્રગ્સ અને બોલીવુડના સંબંધનો પર્દાફાશ કરતા એનસીબીએ બોલીવુડની અનેક નામાંકિત વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. ગયા વર્ષના જૂન મહિનામાં સુશાંતનું મૃત્યુ થયું હતું.

મૃત્યુ  ડ્રગ્સના ઓવરડોઝને લીધે થયું હોવાનું શરૂઆતમાં કહેવાતું હતું.ત્યારથી એનસીબી પ્રકરણે તપાસ ચલાવી રહી છે. પ્રકરણે એનસીબીએ કોર્ટમાં આરોપનામું પણ દાખલ કર્યું છે જેમાં સુશાંતની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તી તેના ભાઈ શોવિક સહિત ૩૩ જણ સામે આરોપ કરવામાં આવ્યા છે.

પ્રકરણે એનસીબીએ ગયે વર્ષે દીપિકા પદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રિત સિંહ જેવી અભિનેત્રીની પણ પૂછપરછ કરી હતી.

(7:41 pm IST)