Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ભારતના કોરોના સંક્રમિત દર્દીઓની વહારે ' અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન ' ( AAPI ) : ટેલિહેલ્થ પ્લેટફોર્મ શરૂ કર્યું

વોશિંગટન : ભારતમાં COVID-19 રોગચાળાની બીજી લહેરનો સામનો કરવા  અમેરિકન એસોસિએશન ઓફ  ફિઝિશ્યન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન  ( AAPI )  વતનની વહારે આવેલ છે. જે દેશને આ સુનામીમાંથી  બહાર કાઢવા  માટે મદદ કરશે.

છેલ્લા એક સપ્તાહમાં ભારતમાં દરરોજ લગભગ 3 લાખ 50 હજાર  નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે. ચેપમાં વધારો થવાથી ઓક્સિજન, એમ્બ્યુલન્સ અને હોસ્પિટલના પલંગની પણ જીવલેણ તંગી સર્જાઇ છે.
ભારતની આરોગ્ય-સંભાળ સિસ્ટમ દબાણ હેઠળ હોવાથી, AAPI આ જરૂરીયાતની ઘડીમાં સહાયતા, તથા સંકલન માટેના પ્રયત્નોનું નેતૃત્વ કરી રહી છે.

 AAPI પ્રેસિડન્ટ ડો.સુધાકર જોનાલાગદ્દાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેના સભ્યો અને અન્ય લોકોની ઉદારતાએ એસોસિયેશનને સાઉથ એશિયાના દેશમાં એક અનિયંત્રિત અને બેકાબૂ કોવિદ  -19 કટોકટી સાથે સંકળાયેલા પ્રયત્નોમાં પ્રગતિ કરવામાં સમર્થ બનાવ્યું છે.

જે માટે અમેરિકા અને ભારતના તબીબો વચ્ચે કોવિદ -19 સંક્રમીતોની સારવાર માટે સંકલન સાધવામાં આવશે.

જે માટે તેણે ભારતના  દર્દીઓની સારવાર માટે ત્રણ HIPAA સુસંગત ટેલિહેલ્થ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:12 pm IST)