Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે વધુ જાખમીઃ બીજીથી ત્રીજી લહેર વચ્ચે ૩ થી ૪ મહિનાનું અંતર હશેઃ બાળકોને બચાવવા માસ્ક પહેરવાની આદત જરૂરી

અમદાવાદ: દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તેની વચ્ચે ત્રીજી લહેરની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. સરકારના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકારના કે. વિજય રાઘવન સહિત અનેક વિશેષજ્ઞ ત્રીજી લહેરને લઈને સાવચેત કરી ચૂક્યા છે. લોકોના મનમાં હવે આ સવાલ ઉઠી રહ્યા છે કે ત્રીજી લહેર ક્યારે આવશે અને તેનાથી સૌથી વધારે કયા સમૂહને પ્રભાવિત થવાની આશંકા છે.

બીજી અને ત્રીજી લહેર વચ્ચે હશે અંતર

ગયા વર્ષે દેશમાં કોરોનાની પહેલી લહેરથી મુકાબલો કર્યો. જેની શરૂઆત માર્ચમાં થઈ હતી. અને ઓગસ્ટ-સપ્ટેમ્બરના મહિનામાં પહેલી લહેર પોતાની પીક પર હતી. તેના પછી મામલા ધીમે-ધીમે કરીને ઓછા થવા લાગ્યા. તેની વચ્ચે પણ બીજી લહેરે માર્ચ મહિનામાં દસ્તક આપી અને હજુ સુધી તેની ભયાવહતા ચાલુ જ છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ મહિને બીજી લહેરનો પીક આવી જશે અને આશા છે કે મામલા ઓછા થવા લાગશે. પહેલી અને બીજી લહેરની વચ્ચે કેટલાક મહિનાનો ગેપ છે. આ બીજીથી ત્રીજી લહેરની વચ્ચે 3થી 4 મહિનાનું અંતર હશે.

ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધારે જોખમ:

ત્રીજી લહેરની આશંકાની વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે તેનાથી સૌથી વધારે જોખમ બાળકોને છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે પહેલી લહેરમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત 60 વર્ષથી વધારે ઉંમર અને અન્ય બીમારીઓથી થયા હતા. બીજી લહેરમાં સૌથી વધારે ખતરો યુવાન લોકોને છે. આ ટ્રેન્ડને જોતાં આશંકા છે કે ત્રીજી લહેરમાં બાળકો કોરોનાના નિશાન પર હશે. જોકે ત્રીજી લહેર ક્યારે અને કયા રૂપમાં આવશે અને કોને સૌથી વધારે પ્રભાવિત કરશે તે ઉતાવળ કહેવાશે. પરંતુ ત્રીજી લહેર આવશે તે નક્કી છે.

ત્રીજી લહેર આવશે ત્યાં સુધી 18+ લોકોને લાગી ચૂકી હશે વેક્સીન:

નિષ્ણાતોનું કહેવું છેકે ત્રીજી લહેર આવવામાં હજુ સમય છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી ત્રીજી લહેર આવશે ત્યાં સુધી 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લાગી ચૂક્યો હશે. એવામાં તે લો રિસ્ક ઝોનમાં હશે. જ્યારે ખતરો બાળકો પર રહેશે.

બાળકોને કેવી રીતે બચાવી શકાય

જો તમારા ઘરમાં બાળક છે તો તમારે પહેલાથી જ તૈયારી કરી લેવી જોઈએ. એક્સપર્ટ્સનું કહેવું છે કે બાળકોને માસ્ક પહેરવાની આદત શરૂ કરવી જોઈએ. તે ઉપરાંત તેમને બહાર રમવા મોકલવા, ભીડ-ભાડવાળી જગ્યા પર જવાથી મનાઈ કરવી, બહારની ખાવા-પીવાની વસ્તુનો ઈનકાર કરવો. સાથે જ પૌષ્ટિક આહાર આરોગતા રહો. કોરોનાની બે લહેરમાં બાળકો પર ઓછી અસર થવાનું કારણ તેની મજબૂત ઈમ્યૂનિટી સિસ્ટમ છે. તેને જાળવી રાખવી જરૂરી છે. બાળકોની તબિયત ખરાબ થાય કે તેનામાં કોરોનાના કોઈપણ લક્ષણ જોવા મળે તો તરત જ ટેસ્ટ કરાવો. તેમના પર હંમેશા નજર રાખો. તાવ આવે તો વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

રસીકરણ પણ ચિંતાનો વિષય

ત્રીજી લહેરમાં બાળકો પર ખતરાની વાતથી સુપ્રીમ કોર્ટ પણ ચિંતામાં છે. સૌથી વધારે આ વાતને લઈને ચિંતા છે કે હજુ સુધી બાળકોને વેક્સીન આપવાની શરૂઆત પણ થઈ નથી, હાલ માત્ર કેનેડામાં જ 12થી 15 વર્ષના બાળકોને વેક્સીન લગાવવાની અનુમતિ આપવામાં આવી છે. અન્ય દેશોમાં પણ ઝડપથી મંજૂરી મળી શકે છે. બાળકોના રસીકરણના સવાલ પર સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર આવવાની છે. તેની અસર બાળકો પર પણ પડી શકે છે. ત્રીજી લહેર પહેલાં રસીકરણના હાલના અભિયાનને પૂરજોશમાં ચલાવવાની જરૂરિયાત છે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે બાળકો બીમાર થયા પછી હોસ્પિટલ જશે તો માતા-પિતા પણ જશે. એવામાં રસીકરણ થઈ ગયું હશે તો તે સુરક્ષિત રહેશે.

(4:54 pm IST)
  • કેન્દ્ર સરકારે સેકસન ૨૬૯ એસ.ટી માં છૂટછાટો આપી છે. કોવિડની ટ્રીટમેન્ટ માટેની મેડીકલ સવલતોનું રોકડમાં ચુકવણું કરવાની લિમિટને લગતી આ છૂટછાટો અપાયેલ છે. ન્યૂઝફર્સ્ટ access_time 9:57 pm IST

  • ગુજરાત કેડરના મહિલા IPS ના પતિનું કોરોનાથી નિધન : આઇપીએસ અધિકારી સારા રીઝવીના પતિ હિંસા મોઢાનું ચંડીગઢમાં નિધન :કોરોનની સારવાર ચાલી રહી હતી : સારા રીઝવી જામનગરના પોલીસ અધીક્ષકા રહી ચુક્યા છે access_time 9:40 am IST

  • પોરબંદરમાં આજે 25 મૃતદેહને અગ્‍નીસંસ્‍કાર કરાયો હતો જેમાં 2 કોરોનાનો પોઝીટીવ હોવાનું જાણવા મળે છે access_time 9:35 pm IST