Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

મહામારીમાં એમ્બ્યુલન્સ નથી ત્યારે ભાજપ નેતા રાજીવ પ્રતાપ રૂડીની ઓફિસ બહાર ૧ ડઝન એમ્બ્યુલન્સ છુપાવેલી હાલતમાં મળી આવીઃ ડ્રાઈવરનો અભાવ હોવાનું કારણ અપાયું

કોરોનાના કપરાકાળ દરમિયાન ભાજપના કદાવર નેતા રાજીવ પ્રતાપ રૂડીની ઓફિસ બહાર ૧ ડઝન જેટલી ઢંકાયેલ એમ્બ્યુલન્સો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ટ્વીટર ઉપર સાંસદ અને જનઅધિકાર મંચ પાર્ટીના અધ્યક્ષ પપ્પુ યાદવે આ વિડીયો જાહેર કરતા દેકારો મચી ગયો છે. જો કે આ બાબતે સ્પષ્ટતા કરતા રાજીવ પ્રતાપ રૂડીએ જણાવેલ કે ડ્રાઈવરોના અભાવને કારણે એમ્બ્યુલન્સ પડી છે જે જલ્દી ચાલુ થઈ જશે.

(4:11 pm IST)