Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ભારતને વિશ્વના દેશોમાંથી ર૪ર૯ ઓકિસજનના બાટલા, ર૯પ૧ વેન્ટીલેટર, ૩ લાખથી વધુ ઇંજેક્ષન મળ્યા

ગુજરાતમાં ૧.૩ર કરોડ સહિત દેશમાં કુલ ૧૬.૭૩ કરોડ રસીના ડોઝ અપાયા

રાજકોટ તા. ૮ :.. કોરોનાની મહામારીમાં ભારતને વિશ્વના દેશોમાંથી મળેલ તબીબી દ્રષ્ટિએ ઉપયોગી વસ્તુઓની આંકડાકીય માહિતી કેન્દ્ર સરકાર દ્વારા આજે જાહેર કરવામાં આવી છે. રસીકરણ ચાલી રહયુ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં લોકોને પહેલા - બીજા મળી ૧.૩ર કરોડ જેટલા ડોઝ અપાઇ ચૂકયા છે. દેશમાં અત્યાર સુધીના રસીકરણનાં આંકડો (બન્ને ડોઝ) ૧૬૦૩ કરોડે પહોંચ્યા છે.

વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ ના બીજા ચરણમાં ભારતમાં કોવિડના પોઝીટીવ કેસોની સંખ્યામાં તીવ્ર ગતિએ નોંધાઇ રહેલી અભૂતપૂર્વ વૃદ્ધિના કારણે ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે ભારતના પ્રયાસોમાં મદદરૂપ જવા વૈશ્વિક સમુદાય દ્વારા સહાય પહોંચડવામાં આવી રહી છે. આ બાબત વૈશ્વિક સમુદાયની ભારત પ્રત્યેની સદ્દભાવના અને એકતાની પ્રતિતી કરાવે છે. મુશ્કેલીના આ સમયમાં વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલી કોવિડ-૧૯ સંબંધિત સહાય તમામ રાજયો  અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અસરકારક રીતે અને તાકીદના ધોરણે ફાળવવામાં અને  પહોંચાડવામાં આવે તે કેન્દ્ર સરકારે સુનિશ્ચિત કર્યું છે.

અત્યાર સુધીમાં ભારતે ર૯૩૩ ઓકિસજન કોન્સન્ટ્રેટર્સ, ર૪ર૯ ઓકિસજન સિલીન્ડર, ૧૩ ઓકિસજન જનરેશન પ્લાન્ટ્સ ર૯પ૧ વેન્ટિલેટર્સ/ બીઆઇ. પીએપી. /સી પી.એ.પી. અને ત્રણ લાખથી વધારે રેમડેસીવીરના વાયલ (શીશી) પ્રાપ્ત થઇ છે.

(4:10 pm IST)