Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ઇટાવા સફારી પાર્કમાં બે સિંહણ કોરોના સંક્રમિતઃ બંનેને કરાઇ આઇસોલેટ

બંનેને અઈસોલેટ કરવામાં આવી છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે

લખનૌ, તા.૮: હૈદરાબાદના નેહરૂ ઝુઓલોજિકલ પાર્ક બાદ હવે ઉત્તર પ્રદેશના ઇટાવા સફારી પાર્કમાં કોરોના સંક્રમણ દસ્તક આપી છે. ઇટાવા સફારી પાર્કમાં બે સિંહણનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સફારી દિગ્દર્શકે કહ્યું, 'બે સિંહણ ગૌરી, જે લગભગ ૩ વર્ષ ૮ મહિનાની છે અને જેનિફર, જે ૯ વર્ષની છે, તે તપાસ દરમિયાન પોઝિટીવ આવી છે. બંનેને અઈસોલેટ કરવામાં આવી છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.'

આ અગાઉ, હૈદરાબાદના નેહરુ ઝુઓલોજિકલ પાર્ક (NZP) ના લોયન સફારીના ૮ એશિયાટિક સિંહોમાં કોરોના વાયરસના ચેપના લક્ષણો જોવા મળ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. સીસીએમબીને ૨૪ એપ્રિલના રોજ NZP દ્વારા જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ ઝૂ અધિકારીઓની મદદથી સીસીએમબીએ સિંહોના નાક, ગળા અને શ્વાસની નળીથી સેમ્પલ લીધા હતા.

કોરોના વાયરસના ચેપની તપાસ માટે લેવામાં આવેલા નમૂનાનો ૪ મેના રોજ રિપોર્ટ મળ્યો હતો. પરીક્ષણ અહેવાલમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. રિપોર્ટ પોઝિટીવ જોવા મળ્યો હતો. તમામ આઠ સિંહોમાં કોરોના જોવા મળ્યો છે. તમામ ૮ કોરોના ચેપગ્રસ્ત સિંહોને અઈસોલેટમાં મૂકવામાં આવ્યા હતા. તેની સારવાર ચાલી રહી છે. આ ક્ષણે, ઝૂ બંધ કરવામાં આવ્યું છે. અહીં સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ આ સમયે શું કરવું અને શું ન કરવું તે અંગે નહેરુ પ્રાણીસંગ્રહાલયને માર્ગદર્શિકા પણ મોકલી છે.

(4:08 pm IST)