Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

વિદેશથી આવતી મદદ એરપોર્ટ પરથી સીધી રાજયોને મોકલાય છેઃ કેન્દ્ર

નવીદિલ્હીઃ કેન્દ્રસરકારે કહ્યું કે કોરોના વિરૂધ્ધની લડાઈમાં ૨૭ એપ્રિલ પછીથી અત્યાર સુધીમાં વિદેશથી ત્રણ હજાર ટનથી પણ વધારે લગભગ ૧૧ હજાર વસ્તુઓ મળી છે. તાત્કાલિક ઉપયોગ માટે તેને એરપોર્ટથી જ સંબંધીત રાજયોમાં મોકલી દેવાઈ છે. દેશના કોઈ એરપોર્ટ અથવા બંદર પર વિદેશીની મદદરૂપે મળેલો કોઈ સામાન નથી પડયો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં અધિક સચિવ આરતી આહુજાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પાંચ મે સુધીમાં બીજા દેશોમાંથી ૪૪૬૮ ઓકસીજન કોન્સન્ટ્રેટર, ૩૪૧૭ ઓકસીજન સીલીનડર, ૧૩ ઓકસીજન ઉત્પાદન પ્લાન્ટ, ૩૯૨૧ વેન્ટીલેટર, બાયપીએપી, સીટીએપી અને ત્રણ લાખથી વધો રેમડેસીવીરની બોટલ ઉપરાંત પીપીઈ કીટ અને રાજયો  અને કેન્દ્રશાસિત પ્રદેશોને તાત્કાલિક મોકલી દેવાયો છે.

(3:19 pm IST)